SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પરાજયમાં જય...! ૨૪૧ તારી વાત બરોબર છે છતાં આપણે સાવધ રહેવું સારું તું રસોઈગૃહમાં જઈને જરૂરી સૂચને આપતી રહેજે પણ તારા સ્વભાવ પ્રમાણે...” વચ્ચે જ વિમલશ્રીએ કહ્યું: “મારા સ્વભાવમાં આપને કર્યો દેષ દેખાયે ?' દોષ નહિ પણ કેટલાક ગુણ એવા હોય છે કે જેનાથી સાવધ રહેવું જોઈએ. હું જાણું છું કે તને આજ્ઞા કરવાની આદત નથી. એાસરી બરાબર સ્વછ ન હોય તે કામવાળી ને કહેતાં તું પિોતે જ વાળવા બેસી જતી હોય છે. હમણું આવા ગુણથી સાવધ રહેવું. પુણ્ય પસાથે કશું બનવાનું નથી એમ હું માનતો હેવા છતાં સાવધપણું બરાબર રાખવું જોઈએ. કહે આવતીકાલે રસોઈમાં શું બનાવશું ?” “કેસરિયાલાડું આ ઋતુમાં ઉત્તમ ગણાશે. લીલી ચાળીનું શાક, દૂધીનું શાક, મગની દાળ, ભાત, પૂરી અને એકાદ બીજી મિષ્ટાન!” “બરાબર છે. તને યોગ્ય લાગે તેમ કરજે. દૂધિયામોદક કરવા હોય તો તે પણ ઠીક પડશે.” * આપે ઠીક યાદ કર્યું. પણ સવારે વહેલાં જે એકાદ મણ દૂધ આવી શકે તે.” તે આવી જશે. હું પોતે સવારે વહેલે ઊઠીને રામભાઈ ને ઘેર જઈશ. પણ મુકેલી એક છે કે...” તેઓ મસા નથી લેતા એમ જ ને? તે આપણે રામભાઈના ઘરને પણ જમાડી દઈએ.” વિમલશ્રીએ કહ્યું. દેદ શાહ પત્નીના તેજસ્વી વદન સામે જોઈ રહ્યો. સામાન્ય રીતે દેદા શાહ હમેશ એકાદ ધર્મકથા પત્નીને કહેતા અને બંને સૂઈ જતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy