SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તમે જીતી ગયા...! ૨૩૯ હેડચ મુજબ આપના વ્યવસાયનો ત્યાગ કરશે તે કંઈ નાની સૂની વાત નથી . પાપકર્મને ત્યાગ કરવો તે માનવીના મેટામાં મોટો પુરુષાર્થ છે. અને બીજી છત આપને એક ભાઈની પ્રાપ્તિની થઈ છે. ગણિકાજીવનમાં સંપત્તિ કે દેડની ભૂખવાળા માનવીઓ મળવા તે સહજ છે પણ એક ભાઈ મળવો અતિ દુર્લભ છે. આજ આપ તે પામી શક્યા છે. ખરેખર, હું આપને ધન્યવાદ આપું છું અને એક વિનંતી કરવા લલચાઉ છું.' પ્રશ્નભરી નજરે નાગિનીએ દેદા શાહ સામે જોયું. દેદા શાહે કહ્યું : “આ ધંધાના ત્યાગનું કોઈ દુઃખ તો નહિ થાય ને ?” ના...મારું હૃદય ન કહી શકાય તેવો આનંદ અનુભવી રહ્યું છે.' પ્રસન્ન ભાવે નાગિની બેલી. હવે હું મારી વિનંતિ કહું છું. આ પળથી આપ મને સહદર માનજો અને આપણું આ દેશની બહેને જીવે ત્યાં સુધી પિતાનાં પિયરનું ગૌરવ જાળવી રાખતી હોય છે. આપ પણ આપનાં પિયરનું ગૌરવ સ ભાળી રાખજે અર્થાત ગમે તેવા માયાભર્યા આક. ર્ષણ પ્રત્યે મુગ્ધ ન બનશે અને જયારે કોઈ પણ પ્રસંગે ભાઈની જરૂર પડે ત્યારે ભાઈને સંદેશો મોકલજે હજાર કામ પડતાં મૂકીને હું એક બહેનનું કાર્ય કરવા તમારા ઘેર ચાલ્યો આવીશ.” “આજ ધન્ય બની...મારી એવી સમજ હતી કે પુરુષ માત્ર રૂપ યૌવન આગળ પામર બની જતા હોય છે, પણ આ પના પરિચયથી સમજી શકી છું કે, આપના જેવા મહાન પુરુષો પણ સંસારમાં પડયા છે. જેઓને પ્રાણમાં પર કલ્યાણ સિવાય અન્ય કેઈ કામના નથી હોતી.” “તે હવે હું રજા લઈશ...આવતી કાલનું મારું નિમંત્રણ ઊભું છે...તે ભૂલશો નહિ જે આપ ઈચ્છો તે આ બધી વાત તમારી ભાભીને કહું.' ખુશીથી કહેજો.” કહી નાગિનીએ મસ્તક નમાવ્યું. દેદા શાહ આશીર્વાદ આપીને વિદાય થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy