________________
૨૩૮
દેદા શાહ કેઈના અંગત કાયે જાણવામાં મને રસ નથી પડતો.” દેદા શાહ ઊભા ઊભા જ કહ્યું.
મારા કાર્ય સાથે આપ પણ સંકળાયેલા છે... આપની ભાવના વગર મારું કાર્ય થઈ શકે તેમ નથી.”
દેદ શાહને નવાઈ લાગી. હું તો કે ઈના પણ કાર્યમાં સંકળાયેલ નથી...એવું કયું કાર્ય હશે ? શું કોઈ આદિ દુ:ખ સાથે નાગિની દેવી આવ્યાં હશે ? દેદા શાહ પુનઃ આસન પર બેસી ગયા અને બાયા : “દેવી, મારી ભાવના પ્રત્યે જરાયે સંશય ન રાખશો. કહે, હું કઈ રીતે આપને ઉપયોગી થઈ શકું એમ છું ?’
એક વાર મારા પ્રિયતમ બનીને...'
અરરર...! આપ આ શું બોલ્યા ? દેવી, આપે મને સમજ વામાં ભૂલ તો નથી કરીને કે હું એક પત્ની વ્રતનું પાલન કરું, છું...આજ પર્યત સ્વપ્નમાં પણ મેં અન્ય કોઈ સ્ત્રી અંગે વિચાર સરખેાયે કર્યો નથી. તેમાંય આપ તો મારે મન ધર્મભગિની છે.”
“શેઠજી...”
“ ન અકળાશે બહેન, તમારા વ્યવસાય એ છે કે જેમાં જે આવે છે તે પ્રિયતમ બનવાની આશા લઈને જ આવે છે. ભાઈ બનવાની ભવ્ય ભાવતા લઈને ભાગ્યે જ કોઈ આવતું હશે.. દેવી મનના સઘળાં મળ દૂર કરોને મને મા જણ્યાં ભાઈ તરીકે સ્વીકારે...”
શેઠજી, હું હારી ગઈ.'
“ બહેન કોઈ દિવસ ભાઈ પાસે હારતી જ નથી ભાઈની કલ્યાણ કામના સિવાય તેના હૈયામાં અન્ય કોઈ વિસા હોતી નથી”
‘તમે મારી વાત સાંભળશો એટલે કબૂલ કરશે કે હું હારી ગઈ છું.' કહી નાગિનીએ નીલવરણ સાથે કવિઓની મિજલસ અંગે થયેલી હોડથની અને પિતે અપરાજિત હોવાનો ગર્વ સાથે અહીં આવી તે સઘળી વાત ટૂંકમાં કહી સંભળાવી.
આખી વાત સાંભળીને દેદા શેઠ પ્રસન્ન વદને બોલી ઊઠયા. * બહેન, આપ જીતી ગયા. પહેલી જીત હારવામાં પડી છે...આ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org