________________
૨૨૬
દેદા શાહ આમ બેઠકની સાદી વ્યવસ્થા વિચારીને નાગિની કુંદન સાથે શયનગૃહમાં ગઈ.
શયનગૃહ માટે પોતે એક ચિત્ર નાંદુરીથી લાવી હતી તે ચિત્ર કલાત્મક હતું અને પ્રથમ મિલનની ઊર્મિનું તાદ્રશ્ય ભાન કરાવનારું હતું. ચિત્ર લગભગ અર્ધ નગ્ન હતુ તે શેભતું હતું. પલંગ કેવી રીતે રાખો, કઈ ચાદર રાખવી, ફૂલની માળાઓ ક્યાં મૂકવી, ધૂપ અને દિપમાલિકા કયાં ગોઠવવા વગેરે વચન આપીને નાગિનીએ કહ્યું: “કુંદન. તને યાદ છે, નાંદુરીથી નીકળતાં પહેલા મેં તને કામશાસ્ત્રને ચિત્ર સંપુટ સાથે લેવાનું કહ્યું હતું ?'
“હા દેવી, તે સાથે જ લીધે છે અને આપની પેટિકામાં રાખ્યો છે.”
ને તે સંપુટ એક થાળમાં મૂકીને પલંગ પાસેની ત્રિપદી પર રાખજે. પાન બીડાની સામગ્રી, કામોત્તેજક ચાટણની દાબડી વગેરે મુખવાસનાં સાધનો પણ એક થાળીમાં મૂકી રાખજે.”
પણ દેવી...દેદા શાહ તે સૂર્યાસ્ત પછી કશું નથી લેત.. નીમ ધારી છે.'
પગલી, નારીના ઈશારા પાસે તારવીએ પણ લાચાર બની જતા હોય છે. તું તારે બધાં સાધને તૈયાર રાખજે.”
“જી...” કહીને કુંદન મનમાં આછું હસી.
મનમાં હસવાના ભાવ અનેક હોય છે. કુંદનમણિનું એ સુપ્ત હાસ્ય નાગિનીની નજરે નહેતું ચડયું, અને કુંદન હસી હતી નાગિ. નીના અંતરમાં રમતી આશા નિહાળીને. તેના મનમાં સાંભળેલી વાતો પરથી ખાતરી થઈ હતી કે દેદા શાહ ધર્મ અને નિયમમાં ચુસ્ત છે, અને ગઈ કાલે પ્રથમ વાર દેદા શાહને જોયા પછી તેને ખાતરી થઈ ગઈ હતી કે, કોઈ પણ પરનારીના ઈશારે પોતાનું ગૌરવને રઝળતું કરે તેવા દેદા શાહ નથી. તો પછી એક નામચીન ગણિકાના રૂપ યૌવન પર તે આકર્ષાય અને દેવીના શણરેલા શયનગૃહમાં આવે તે તો અશક્ય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org