SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આશાને દોર...! ૨૨૫ અહીં રોકાવું જ પડશે. એ ગાળાને લગભગ એકાદ માસની વાર છે અને આપ આપની કાર્ય સિદ્ધિ આટલા લાંબા સમયમાં અવશ્ય કરી શકશો.” નાગિનીએ ઘડીભર વિચારીને કહ્યું, “કાકા, તમારી વાત પણ વાજબી લાગે છે. પરંતુ આમ તે દેદા શાહ કેઈ તપસ્વી, જ્ઞાની કે યોગી છે નહિ. એના મનને પારખવામાં અને પલાળવામાં મને બહુ સમય નહિ લાગે. હું તે એવા નિશ્ચય પર આવી છું કે દેદા શાહ જેવા એક જુવાન વેપારીને પલટાવ તે સાવ નાની વાત છે તે તમે જોઈ શકશે કે આજ મળ્યા પછી હું મારા વિજયની ખાતરી તમને આપી શકીશ.” મુનીમજી મૌન થઈ ગયો. - કુંદનમણિ મૃદુ સ્વરે બેલી : દેવી, આપની શક્તિ અજોડ છે અને આપને તેમાં વિશ્વાસ હોય તે સહજ છે. પરંતુ મુનીમ કાકાની વાત ઉપેક્ષા કરવા જેવી નથી. એક વાર તેલ, તેલની ધાર વગેરેની ખાતરી કરી લેવી તે દીર્ધદષ્ટિ અને દૌર્યની શોભા છે અને આજે જ આપના કાર્યમાં સફળતા મેળવી શકશે તો તે માટે વૈભવ વિલાસના દેખાવની શી જરૂર છે ?” છેવટે એમ નક્કી થયું કે બેઠક ખંડમાં સાવ સાદાઈ રાખવી અને શયનખંડ શણગારીને તૈયાર કરો. જે કંઈક વિજયનું પગલું પડશે તે પછી શયન ખંડમાં જવું વાજબી ગણાશે. ત્યાર પછી નાગિની કુંદનમણિ સાથે બેઠખંડમાં ગઈ. આમ તે અહીં અસ્થાયી નિવાસ હોતે એટલે સાધનો પિતાનાં હતાં જ નહિ. પણ વૈભવની છટા દેખાડનારાં જે કંઈ આસને સુખાસને, ત્રિપદીઓ વગેરે બેઠક ખંડમાં હતાં તે ખસેડી લેવાં અને ખંડ વચ્ચે માત્ર એક ધૂપદાની બંને તરફ ગાદી તકિયા વગેરે રાખવાની સૂચના આપી દીધી. આ ખંડમાં માત્ર એક ચિત્ર પૂર્ણ યૌવનના અભિસા. રનું રાખ્યું હતું તે પણ અન્ય ખંડમાં મૂકાવી દીધું. દે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy