SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ નિમંત્રણનો સ્વીકાર ર૧૯ ત્યાર પછી બંને ઊભા થયા અને શેઠ શેઠાણીને નમન કરીને વિદાય થયા. શેઠ બંનેને ખડકી સુધી વળાવવા ગયા. સૂર્યાસ્ત થઈ ગયો હતો એટલે શેઠ શેઠાણી બંને પ્રથમ બાજુના શ્રીજિન મંદિરે દર્શને ગયાં અને ત્યાંથી આવ્યા પછી પ્રતિક્રમણ કરવા બેસી ગયાં. કુંદનમણિ રથમાંથી ઉતરીને સીધી ઉપરની ભૂમિ પર ગઈ. મુનીમજી પણ ધીમે ધીમે દેવીને મળવા ગયા. નાગિની દેવી સ્નાનગૃહમાંથી થોડી પળે પહેલાં જ ખંડમાં આવી હતી. આખું ભવન દીપમાલિકાઓનાં પ્રકાશથી સોહામણું બની ગયુ હતું. નાગિની પિતાના ખંડમાં કુંદનમણુ અને મુનિમ કાકાની રાહ જોતી બેસી રહી હતી. ઝરૂખાનું દ્વાર મુક્ત હોવાથી કંઈક ભીને વાયુ આવતો હતે. આકાશ નિરભ્ર હતું. તારકગણો નૃત્ય કરી રહ્યાં હતાં. ઉત્તમ વર્ષાના કારણે વાતાવરણ ઘણું સૌમ્ય, મધુર અને ઊર્મિલ બન્યું હતું. નાગિની ઝરૂખા તરફ જઈ રહી હતી. તેને આ ઊર્મિલ વાતાવરણમાં પિયુમિલનનું કોઈ મધુર કાવ્ય સંભળાતું હતું. આવા વાતાવરણમાં પ્રિયા અને પ્રિયતમનું મિલન ગીત કેટલું સુખદ લાગે ? સ્વર્ગીય થઈ પડે ? વાતાવરણના મધુર દર્શનમાં માનવી જ્યારે વિભોર બની જાય છે. ત્યારે તે લગભગ બીજુ બધું વીસરી જતો હોય છે. નાગિની દેવી પ્રથમ વર્ષનાં સૌમ્ય વાતાવરણમાં એટલી તલ્લીન બની ગઈ હતી કે કુંદનમણિએ ખંડમાં પ્રવેશ કરતાં જ કહ્યું કે : દેવી...' ત્યારે તે જાણે જાગ્રત થઈ ચમકી અને બોલી : “દેદા શાહ મળ્યા ?” “હા દેવી મળ્યા અને ફળ્યા પણ ખરા.' કુંદનમણિએ પ્રસન્ન સવારે કહ્યું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy