________________
કવિ સંમેલન !
૧૬૩ કરશે...તેઓ ઉત્તમ ગાયિકા હોવા છતાં કવિ હૃદય ધરાવે છે, તેમનાં કાવ્યો સંગીતબદ્ધ હોય છે. ત્યાર પછી આપણા નવજવાન કવિ રસિક ભાટ ગઈકાલે જ બનાવેલું પિતાનું એક કાવ્ય સંભળાવશે. તેઓ છેલ્લા પંદર દિવસથી વિદ્યાપુર નગરીમાં પોતાના કાર્ય નિમિતિ ગયા હતા. ત્યાં તેઓએ આપણી નગરીનું એક રત્ન જોયું. તેઓ તેમના ભવન પર ગયા અને કાવ્યની સામગ્રી પ્રાપ્ત કરીને બે દિવસ પહેલાં જ અત્રે પાછા ફર્યા છે. ત્યાર પછી મહાકવિ ધુન્નરદેવ પિતાનું આજે જ બનાવેલું કાવ્ય રજૂ કરશે. ત્યાર પછી થોડી પ્રસન ગેષ્ઠિ કર્યા બાદ આજ રસભરપુર સમારંભ પૂરો થશે.'
- નાગિની ઊભી થઈ અને સર્વને નમન કરીને મંડળીની મધ્યમાં બેસી ગઈ. વાદ્યકારોએ પોતાનાં વાઘ પર સવરાંદલને ઉપસાવવા શરૂ કર્યા.
દરેક કવિઓની નજર નાગિનીના નયન પર સ્થિર બની ગઈ હતી. દરેક પ્રેક્ષકો પણ જાણે નાગિનીને જ સાંભળવા ન આવ્યા હોય !
હર્ષવનિ શાંત થયા પછી નાગિનીએ દરબારી કાનડામાં એક ગીત લલકાયું.
એક તો કવિ હૃદયવાળી નાગિની સુંદર રૂપવતી નારી ! બીજું તેને અતિ મધુર કંઠે !
ત્રીજું સંસારમાં નારી એક જ અપરાજિતા શક્તિ છે તે ભાવને દર્શાવતું ગીત અને તે પણ દરબારી કાનડાની માધુરી સાથે.
લેક સ્થિર હદયે, મને, નયને જાણે પોતાનું અસ્તિત્વ પણ ભૂલી ગયા હતા.
નાગિનીએ કાવ્યમાં કહ્યું હતું કે નારી અબળા છે પણ એવીય વિશેષ પ્રબળા છે. નારીની સહનશકિત એટલી અપૂર્વ હોય છે કે, સહુ એને અબળા જ માની લે છે. અનંત વિપત્તિઓ, વેદનાઓ,
I al.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org