SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ દેદા શાહની ભાવના બન્યા છે. તેઓનું નામ તો તમે સાંભળ્યું હશે. તેઓ દાન ભાવનાને જાણે વરેલા છે. નામ કે કીતિને જરાયે મેહ રાખ્યા વગર તેઓ દાન આપતા જ રહે છે. તમે તેઓની સાદાઈ જોઈને આશ્ચર્ય પામી જશો. અંગ ઉપર એક વાણિયાને શોભે એવાં સાદાં વસ્ત્રો અને એક પાતળી સેનાની કંઠી સિવાય કશું ધારણ કરતા નથી. હું ગઈકાલે જ જાણી શકો છું કે તેઓ માત્ર સાદા છે એમ નથી પણ મિથ્યા વચન કદી બેલતા નથી. એક સુશ્રાવકનાં સઘળાં લક્ષણે તેમના વદન પર અંકિત થયેલાં છે. આવા નિરાભિમાની શ્રાવક કંઈ વૃદ્ધ નથી પણ પાંત્રીસેક વરસનો જુવાન છે. અને પરિગ્રહનો જીતનાર છે. તેઓએ આ નગરીમાં એક ભવ્ય ઉપાશ્રય બંધાવવાનું મનથી નક્કી કર્યું છે. આ અંગે સઘળી માહિતી આપશે.” પ્રવચન પૂરું થયા પછી નગરશેઠે અને બીજા આગેવાનોએ ઉપાશ્રયના નિર્માણ અંગેની માહિતી આપી અને ત્યાર પછી સહુએ હર્ષોલ્લાસપૂર્વક શ્રી દેદા શાહની ભાવનાને વધાવી લીધી. દેદા શાહે ઊભા થઈ સકળ સંઘને નમન કર્યા, ત્યાર પછી મહારાજશ્રીનાં ચરણ કમળમાં મસ્તક મૂકી કહ્યું: “ કૃપાળુ, હું આજ ધન્ય બની ગયો.” મહારાજશ્રીએ સૂર્યમંત્રથી સિદ્ધ કરેલે વાસક્ષેપ દેદ શાહના મસ્તક પર મૂક્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy