________________
: દર્દમાં આનંદ
સુખ કોને કહેવું અને દુખ કોને કહેવું એ એક ભારે વિવાદાસ્પદ, જટિલ અને વિચિત્ર એ સનાતન પ્રશ્ન છે.
સાકરવાળા ઉત્તમ પદાર્થો ખાવાથી સુખ છે એમ કઈ માને તે એ વાત સદંતર ખોટી છે...કારણકે જે સાકર એકને સુખનો આભાસ કરાવે છે ! તે જ સાકર અન્યને દુખનો પણ આભાસ કરાવે છે ! પત્ની એ સુખનું કારણ હોય એમ માનનારાને ઘણીવાર એ જ પત્ની દુઃખનું કારણ બની જાય છે... ધન સંપત્તિ, બાગ બગીચા, હવેલી વગેરે દરેક સામગ્રી કેઈને સુખ આપે છે. કોઈને દુઃખ આપે છે...
એથી જ ભારતના તત્ત્વજ્ઞ પુરુએ સુખની વ્યાખ્યા ઘણું જ ભવ્ય અને સચોટ કરી છે. જે સુખ શાશ્વત રહી શકે. પરિવર્તન પામે અને દુઃખની કલ્પનાને પણ પાસે ન આવવા દે એવું સ્થાઈ અને દઢ રહે તે જ સાચું સુખ છે, એ સિવાયને સઘળે માત્ર સુખાભાસ છે.
એ જ રીતે દુઃખનું પણ સમજવું જોઈએ. જેને દુઃખને અનુભવ હોવા છતાં એ પિતાને દુખી ન માનતો હેય તે ખરેખર દુઃખ નથી. જોકે એની રહેણીકરણી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org