________________
ભાવડ શાહ
છે. જ્યાં સુધી એ પુરે ન થાય ત્યાં સુધી સંસારને કોઈ મહામંત્ર મને શી રીતે સહાયક બની શકે ? હું સમજું છું કે ભગવતી મહાલક્ષ્મી એક સમર્થ શક્તિ છે..... પણ કેઈનાં કર્મષને અન્ય કોઈ દેવ દેવી કે ખુદ ભગવાન પણ નિવારી શકતા નથી. કર્મદેષનું સંશોધન–શોધન અને નિવારણ કર્મ કરનાર વ્યક્તિએ જ કરવાનું હોય છે એટલે મારા અશુભ કર્મને સમય પુરો થશે ત્યારે લક્ષમીદેવીને વગર આરાધનાએ મારાં દ્વાર ખખડાવવાં પડશે.”
નારાયણ અવાક્ બનીને મિત્રના તેજસ્વી નયને સામે જોઈ રહ્યો.
ભાવડે કહ્યું: “મારી વાતમાં કયાંય ભૂલ હોય તો મને સમજાવજે. ધર્મનું સ્વરૂપ અને કર્મનું રહસ્ય હું જે રીતે સમજે છું તે રીતે વિચારતાં મને આમ લાગ્યું છે. મને તારા પર, તારા જ્ઞાન પર મહાલક્ષ્મીજી પર અશ્રદ્ધા છે એમ ન માની લેત.”
નારાયણે ભાવડના બંને હાથ પકડી લેતાં કહ્યું : “ભાવડ, તું આ કલિકાલનો જીવનથી ખરેખર તારે કઈ મંત્રની આરાધના કરવાની જરૂર નથી. તું પિતે જ તારા જીવનના મહામ ત્ર છે ! ધર્મને સમજેલા સજજને કદી પણ ભૌતિક સુખ પ્રાપ્ત કરવાના પુરુષાર્થને શ્રેષ્ઠ માનતા નથી.”
ત્યાર પછી બીજી કેટલીક વાત કરીને નારાયણ વિદાય થશે.
મધરાત થઈ ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org