________________
ભાવડ શાહ
નહિ મુનિમજી, મને સૌની સાથે રહેવું ઠીક પડશે.” ભાવડે કહ્યું.
પણ મુનિમ માને શેનો ? તેણે તે ધર્મશાળાના માણસોને બોલાવીને ભાવડ શેઠને સરસામાન ઉપરના બે ઓરડામાં મૂકા.
રસોઈ માટે એક બાઈને ગોઠવી દીધી.
કપડાં, વાસણ, વાળવું ચળવું વગેરે માટે એક બીજી કામવાળીને ગોઠવી દીધી.
ભાવડ શેઠે પત્ની સામે અર્થસૂચક નજરે જોયું. પત્ની આછું હસી. તેના હાસ્યમાં એવો રણકો હતો કે આપણે ધનહીન બન્યા છીએ..કર્તવ્યહીન કે ગૌરવહીન નથી બન્યા !
ગિરનારજી ઉપર ચડવાને રમતો ભારે કઠિન હતો. પાછલી રાતે યાત્રિકોને ચડવું પડતું. માર્ગ પણ એ હતું કે આખા પહાડમાં ઘેઘુર વનરાજીની ઝાડી છવાયેલી હતી વાઘ, દીપડા, સાવઝ, વરૂ વગેરેનો ભય પણ રહેતો. પરંતુ શાસન દેવની કૃપાથી એવો એક પણ કિસ્સે ન હતો બન્યું કે જેમાં કોઈ યાત્રાળુનો પ્રાણ ગ હાય.
ભાગ્યવતી અને ભાવડ શેઠ નાનાદિ કાર્ય પતાવીને તલાટીના એક નાના જિનાલયમાં પૂજા કરવા ગયા.
રાઘવ પણ નાહી, દર્શન કરીને બળદ માટે ઘાસ, ખાણ વગેરેની વ્યવસ્થા કરવા ગયે.
તલાટીના શ્રી જિનમંદિરમાં કસોટીની એક શ્યામસુંદર પ્રતિમા હતી. ભાવડ શેઠે અને ભાગ્યવતીએ ઘણું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org