________________
ભાઈ બહેન !
૪૮ રોટલા ને દાળમાં કાંઈ વળતું હશે ? કંસાર બનાવી નાખે” ડોશીએ કહ્યું.
બાઈજી, મારાં ભાઈભાભીને જાત્રા ન થાય ત્યાં સુધી ગળપણની આડી છે...” સુરજે કહ્યું.
ડોશીએ તરત ભાવડ સામે જોઈને કહ્યું: “શેઠ આવી તે આડીયું ખાતી હશે..! હજી તમે કયાં મોટા ભડભાદર થઈ ગીયા છે? હજી તો વહુ પણ માંડ અઢાર વરસની હશે આવી આડીયું કયે દખે રાખવી જોઈએ. ના આજ તે તમારે છૂટ રાખવી જ પડશે.”
“મા, આપ તો ધર્મિષ્ઠ છે....વ્રતભંગનું પાપ કેટલું લાગે? આપ ચિંતા કરશો નહિ.”
એ જ વખતે ડેલીમાં રાઘવ દાખલ થ ને બોલ્યોઃ મા રામ રામ..”
આવ્ય ભઈ..તને ઓળખે નઈ.....”
ભાવડે કહ્યું: “ઈત અમારો રાઘવ છે. અમારા ભેગો છે...”
રાઘવ એાસરી પર આવ્યા ને ડોશીમાને પગે પડો.
ડોશીએ કહ્યું : “આવ ભઈ આવ. હવે તો આંખે ઝાંખપ આવે છે તે બરાબર કળી શકાતું નથી.”
રાઘવ એક તરફ બેસી ગયે. સુરજ પોતાની ભાભીને લઈને રસોડામાં ગઈ
ભાગ્યવતીએ પૂછ્યું: “ભાભી, ઘરમાં કોઈ કામવાળી નથી ?”
ના ભાભી..હું બધેય પિચી વળું છું....એક ભા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org