________________
ભાવડ શાહ
નોકર છે.....એક ગોવાળ છે.” સુરજે હસતાં હસતાં કહ્યું. તેના મનમાં ભાઈને કેવુંક નુકશાન થયું કે અત્યારે કેમ છે, એ બધું પૂછવાનું ઘણું થતું હતું....પણ જીભ ઊપડતી નહોતી. તે એટલું જોઈ શકી હતી કે ભાઈ ભાભીના ચહેરા પર કઈ પ્રકારની ચિંતા જણાતી નથી. ભાભીના અંગ પર દરદાગીનો ઘણે અ૫ છે... પણ ગામતરે નીકળે તઈ જોખમ ભેગુ ન રાખે એવું ચે બને.
થોડીવાર પછી બધાએ ભેજન કરી લીધું.
શીમાએ બે ઘડી આડે પડખે થવાનું કહ્યું. પણ ભાવડ સહુને પગે લાગીને ઊભે થે.
સુરજે ભાભીને કહ્યું : “ભાભી, તમારુ ગાડુ આંબાવાડીયે છે તે હું મળવા આવીશ તમે ક્યારે ચાલવાનાં છે?”
* નમતા બપેરે નીકળી જશું. ગાયને પાલે છે એટલે હરકત આવે એવું નથી.” ભાગ્યવતીએ કહ્યું.
સાસુએ કહ્યું : “ભાવડ શેઠ, આમ તમે હાલ્યા જાએ ઈ બરાબર નથી...હવે તમે જાત્રાની આડી લીધી છે....એટલે હુંય તમને વધારે આગ્રહ કરી શકતી નથી... પણ તમારે વાટમાં જેતી કરતી વસ્તુની જરૂર હોય તે આ ઘર પરાયું માનશે નઈ.”
ભાડે આછા હાસ્ય સહિત કહ્યું: “મા એવી કાંઈ જરૂર હતી તે હું જરૂર માગી લેત....અમે બધું સાથે જ રાખ્યું છે.....”
થોડીવાર પછી ભાવડ, ભાગ્યવતી અને રાઘવ વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org