________________
૩૫
માનવી કે દેવ ?
એ પણ જતી કરવી પડશે. આબરુ સચવાશે તે ભવિષ્યમાં નવી પેઢી ઊભી કરતાં વાર નહિ લાગે. મારે મન બાર વહાણ બુડી ગયાં એ વાત મેટી નથી....દેવામાંથી કેવી રીતે હેમખેમ પાર ઉતરી જવું એ જ વાત મોટી છે.”
પત્ની નીચે નજરે જોતી બેસી રહી.
પત્નીને મૌન જોઈને ભાડે કહ્યું: “તારાથી આ પરિવર્તન સહી ન શકાય તો બે એક વર્ષ માટે હું તને તારે પિયર.”
“ સ્વામી.” ભાવડ પત્ની સામે જોઈ રહ્યો.
ભાગ્યવતીએ કહ્યું : શું આપે મને માત્ર મીણની જ પુતળી ધારી છે? આવી વેદના વચ્ચે આપને છોડીને હમારે પિયર જઉં એમ માને છે ?”
નહિ ભાગુ તું તે મારી પ્રેરણું છે....મારો વિસામે છે...આતો સ્ત્રીનું હૃદય કોમળ હોય એટલે.”
હું એક મરદની પત્ની છું...ગમે તે સંગ ને પરિસ્થિતિને મુકાબલો કરતાં મને પણ આવડે છે. પરંતુ..”
શું ?”
આપણ નેહી સંબંધીઓ ઘણુય છે.....એ લોકો શું આપણને સહાય ન કરી શકે ? ”
મેં એ વિચાર પણ જો છે.દેણું કરીને દેણું ચૂકવવું અને આપણું નકલી અમીરાત જાળવી રાખવી એ મને જરાય ઊચિત લાગતું નથી. અંગત સગાઓમાં તારા પિતા મને કઈ રીતે સહાયક બની શકે? એમની પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org