________________
ભાવડ શાહ
સ્થિતિ પણ ચિંતાકારક છે. અને મારા બનેવી શ્રીમંત છે. પણ આ વખતે સગાવહાલા લાજ કાઢીને એક તરફ ખસી જાય છે....સેનાની જાળ હાથમાં શોભે. પાણીમાં નહિ. એટલે જ મેં કઈ સ્નેહી સ્વજનને કહ્યા વગર આપણું કામ પતાવી લેવાનો વિચાર કર્યો છે.”
દેશું કેટલુંક છે !”
આમ તો કુલ દેણું સાડાચાર લાખ મુદ્રાઓનું છે....ઉઘરાણીમાં બે લાખ મુદ્રાએ પાથરવી પડી છે. પણ મને શ્રદ્ધા છે કે ઉઘરાણીમાંથી પાછામાં ઓછી લાખ સવાલાખ મુદ્રાઓ તે મળી રહેશે.એથી સ્થાનિક વેપારીઓનું દેણું પતી જશે...બાકીનું ત્રણ લાખનું દેણું પતાવવા માટે આપણે આ બધું જતું કરવું પડશે.”
ભાગ્યવતી વિચારમાં પડી ગઈ બે પળ પછી બોલી, “લેણદારો પૈર્ય રાખે તે ! ”
પડતીમાં કોઈ દૌર્ય ન રાખે અને આ વાત કાંઈ છૂપી તો રહેવાની નથી. પાંચ પંદર દિવસે જાહેર થઈ જ છે.....પછી કોણ હૈયે રાખે ? અને વ્યાજ ચડાવીને કયાં સુધી ધંધો ધપાવે ? એમાં બરકત પણ રહે નહિ, આતે દસગણ આવકની એક આશા હતી.”
બરાબર છે. તમે જે નક્કી કર્યું છે તે ડહાપણ ભર્યું છે....આબરૂ જેવી મુડી બીજી કેઈ નથી.”
આમ વાતો કરતાં કરતાં પતિ પત્ની મેડીરાતે સૂઈ ગયાં.
અને વળતે જ દિવસે ભાવડે પિતાનો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org