________________
માનવી કે દેવ ?
૩૩
ભાવડે ઊભા થતાં કહ્યું: “મેં તને ન કહ્યું કે વાત ભારે વિચિત્ર છે..કહું તો તને દુઃખ થાય અને ન કહું તે મને દુઃખ થાય....”
એલ્યા મેમાન આવેલા ત્યારનું મને દેખાયું છે કે આપ કંઈક ચિંતામાં પડી ગયા છો.”
ચિંતા જેવું તો ખાસ કંઈ નહોતું. પણ વિચારમાં મૂકાવાપણું જરૂર છે.ચાલ સૂતા સૂતા વાત કરશું.” કહી ભાવડ બેઠકખંડમાંથી બહાર નીકળી ગયો.
શયનખંડમાં આવ્યા પછી ભાવડ પલંગ પર ન બેસતાં એક ખૂણામાં બિછાવેલી ગાદી પર બેસી ગયે.
ભાગ્યવતી પણ અહીં રહેતા દાસદાસીઓને સૂચના આપીને આવી ગઈ અને પતિની પડખે ગાદી પર બેસતાં બેલી : “કહો..મને કઈ વાતનું દુઃખ નહિ થાય.”
ભાવડ પત્નીના સુંદર સૌમ્ય વદન સામે પળભર જોઈ રહ્યો. ત્યાર પછી બોલ્યો : “ભાગુ, પહેલાં બેચાર પ્રશ્નો કરી લઉ. પછી વાત કરુ...આપણે આ મકાન છોડીને કોઈ નાના મકાનમાં રહેવા જઈએ તો તને ગમશે?”
તમે સાથે હો પછી મને વગડામાં પણ ગમે... આવો પ્રશ્ન આજે શા માટે ?”
દરદાગીના વગર કેવળ સૌભાગ્ય ચિહ્ન ધારણ કરીને રહેવું પડે છે ?”
મને સીધી વાત કરોને.. આજ તમે આટલા ગંભીર ભા. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org