________________
૩૨
ભાવડ શાહ
ઘરબાર, અશ્વ, ગાયે, રાચરચીલુ બધું વેંચવા છતાં દેણું પતે કે કેમ ? એ એક પ્રશ્ન હતો પણ પ્રશ્ન ગમે તે કઠિન હોય છતાં એને ઉકેલ લાવવું જ જોઈએ. તેના મનમાં એ પણ થયુ કે–“ધરમદાસ અહી હતી તે જરૂર ઉત્તમ માર્ગદર્શન મળત... પણ એને આવતાં તે હજી પાંચ છ વરસ લાગે... અને આવા પ્રસંગે સગા સનેહીઓ પાસે હાથ લંબાવવો તે વ્યવહારૂ હોવા છતાં ઉચિત નથી. પડતી પેઢીને ટેકે આપવા કોઈનું મન માનતું નથી. એટલે ભલે ભીખારી થઈ જવું પડે પણ નાખેલું વેણુ પાછું વળે ને મનને દુઃખ થાય એવું કરવું જ નહિ.
મનમાં પાપ હોય તો માનવી છટકવાને માર્ગ શોધે...પણ ભાવના મન માં એવી કોઈ કલ્પનાને ય સ્થાન નહોતું.
આમ વિચારમાં ને વિચારમાં ઘણો સમય વીતી ગયો. ઘરનું સઘળું કાર્ય સંપેટીને ભાગ્યવતી બેઠક ખંડમાં આવી અને બોલી : “હજી આપ અહીં જ બેઠા છે ? ”
હા ભાગુ, તને એક વાત કરવી છે એટલે વિચારતો હતો કે મારે કેવી રીતે વાત કરવી ?”
“ લે...મને વાત કહેવામાં વળી વિચારવાનું શું હોય ? ”
વાત એવી વિચિત્ર છે કે કહું તોય દુઃખ અને ન કહુ તેય દુઃખ...”
તે ઊભા તે થાઓ.દોઢ પિર રાત વીતી ગઈ છે...તમને દુઃખ થાય એવું મારે કાંઈ સાંભળવું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org