________________
રાજપદ
૩૩ :
ત્યાર પછી મહારાજાએ એક રત્નહાર પહેરાવ્યું અને એક તલવાર અર્પણ કરી. બીજા થાળામાં પિષાક હતો.. અલંકારો હતા અને વિવિધ સામગ્રી હતી.
રાજસભાએ રાજરાજેશ્વરનો જયનાદ પોકાર્યો. રાજસભા ઘણા જ હર્ષ સાથે પુરી થઈ
ત્યારપછી ભાવડ ઉતારે આવ્યા અને ત્યાંથી સીધા યતિદાદાને મળવા ગયા.
આવતી કાલે સવારે યતિદાદા પૂર્વ ભારત તરફ વિહાર કરવાના હતા.
ભાવડે યતિદાદાના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું : ભગવંત, મહારાજાએ મારા પર પરિગ્રહનો વિરાટ બેજ મૂકી દીધું. હું શું કરું? એમનો પ્રેમભાવ જોઈને હું કઈ પણ બોલી શકો નહતો. કૃપાળુ, આપ મને માર્ગદર્શન આપ..આતે મારી કલ્પના બહારનું બની ગયું.”
યતિદાદાએ ભાવડની પીઠ થાબડીને કહ્યું: “ભા વડ, મને બધા સમાચાર મળી ગયા છે. કર્મરાજાની પ્રત્યેક ક્રિયા કલ્પનાથી પર હોય છે. તારે તે એમ જ માનવું જોઈએ કે એક જૈન....અહિંસક જૈનના હાથમાં નાનું રાજ્ય આવ્યું છે. આ પરિગ્રહ ને જે વિચારીશ નહિ...જનતા અને ધર્મની સેવા કરવાની તને મોટી તક મળી છે. જે તું રાજમદમાં ડૂબી જઈશ તે આ પરિગ્રહ તને ડુબાડશે... અને તું કેવળ વહિવટ કર્તા બનીને શુભ કાર્યો કરતો રહીશ, તે મહાન પુણ્યનું ઉપાર્જન કરવા ભાગ્યવંત બનીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org