________________
ભાગ્યની રમત !
જી....! ” કહી મુખવાસનો થાળ મૂકીને દાસી ચાલી ગઈ
સ્વરૂપચંદ અને ભાવડ સાગરના તોફાનની વાતોમાં પડયા. સ્વરૂપચંદે તો તેફાનને અનુભવ કર્યો હતો એટલે તેણે તોફાન કેવું હતું, કેવી આંધિ ચગી હતી અને સાગરનાં લઢ કેવા ઉછળતા હતા તે વાત વિગતથી કહી.
ત્યાર પછી ભાવડે સ્વરૂપચંદને આડે પડખે થવાનું જણાવ્યું એટલે સ્વરૂપચંદે કહ્યું: “શેઠજી, મને આદત જ નથી. આપ...”
“મને પણ આદત નથી.” ભાવડ આખું હસ્ય. વાતમાં ને વાતેમાં સમય વીતી ગયે. બંને ભજનગૃહમાં ગયાં.
ભાગ્યવતીએ પોતે ભોજનના થાળ પીરસવા શરૂ કર્યા ત્યારે ભાવડે કહ્યું : “ભૃગુકચ્છના શાહ સોદાગર પ્રેમચંદ મયાચંદ શેઠના સુપુત્ર છે.....આજ સાંજ પહેલાં જ પાછા જવાના છે.”
તે આટલી ઉતાવળ શા માટે ?”
મને એક વાતનો સંદેશો આપવા આવ્યા હતા અને તેઓ બીજાં કામના લીધે રોકાઈ શકે એમ નથી. મેં એમને ઘણે આગ્રહ કર્યો ત્યારે તો આટલું રેકાણા.” ભાવડ શેઠે કહ્યું.
બંનેએ જમવાનું શરૂ કર્યું.
ઉત્તમ પ્રકારની વિવિધ ભજન સામગ્રી હતી. સ્વરૂપચંદના મનમાં પાકી ખાત્રી થઈ કે ભાવડ શેઠને બાર વહાણુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org