________________
૨૪
ભાવડ શાહ
આગ્રહ કરીને સાંજ પહેલાં જમાડીને વિદાય આપવાની વાત કબુલ કરાવી.
સાત સાત પેઢીની કમાણી વેપારના એક જ દાવમાં જ્યારે અલોપ થઈ જાય ત્યારે માનવી સાવ ભાંગી પડે અથવા પાગલ બની જાય... અને તેમાંય માથે દેવું પણ હોય ત્યારે દુઃખનો પાર ન રહે.
પરંતુ નવજવાન ભાડે પિતાના હૈયાને ધર્મના અળ વડે સ્વસ્થ રાખ્યું અને થોડીવાર પછી ભાવડ મેમાન સાથે પોતાના ભવન પર ગયે.
ઘેર આવીને બંને બેઠક ખંડમાં ગયા. સ્વરૂપચંદે જોયું ભાવડશેઠનું ભવન અતિ વિશાળ છે ઉજળું છે અને સમૃદ્ધિવાળું છે. તેના મનમાં થયું.ભાવડ શેઠ પાસે પુષ્કળ સંપત્તિ હેવી જોઈએ. નહિ તે બાર વહાણ બુડી ગયાના સમાચાર સાંભળીને ગમે તે મજબુત માણસ પણ એક વાર ખળભળી જાય. જ્યારે ભાવડ શેઠના ચહેરા પર કોઈ પ્રકારની ગભરામણ દેખાતી નથી. આમ સમજીને સ્વરૂપચંદે મનમાં કંઈક સંતોષ માની લીધે.
એક દાસી જળના પાત્ર આપી ગઈ. એક બીજી દાસી મુખવાસનો થાળ લઈને આવી. ભાવડે તે દાસીને પૂછ્યું; “ તારાં શેઠાણી શું કરે છે ?”
સામાયિક કરવા બેઠાં છે...કંઈ સમાચાર આપુ !”
“ના સામાયિક કરીને ઊભા થાય ત્યારે કહેજે કે એક મેમાન છે ને સાંજ પહેલાં જવાના છે એટલે રાઈનો પ્રબંધ કરે.”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org