________________
૨૦૦
ભાવહ શાહ
મલકચંદ જે ડેલી બહાર નીકળે કે તરત માએ બુમ મારી ઃ “ઝબક...”
“ આવી મા ..” કહેતી મલકચંદની રંડવાળ બહેન જે લગભગ પીસ્તાલીસ વર્ષ ઉપરની હતી તે રડામાંથી બહાર આવી.
તારા ભાઈની વાતું તે સાંભળી ?”
“હા મા ઘરમાં તે ભાભીનું કાંઈ ચાલતું નહોતું... પણ બે ય એકલાં પડયાં એટલે ભાઈના મનમાં પલીતે મૂકી દીધા છે. તું તારે નકામી બેલીશમાં. આ તે બધે મેંદી રંગ છે. પાંચ પંદર દીમાં ઊડી જાશે.” ઝબકે કહ્યું.
“ઝબક, મલકચંદની વાત મને બેદી નથી લાગતી. એક કેડી માટે જે દીકરો પગે ચાલીને ગાઉ મેં કાપે છે દીકરો આ જ દહેરાસર બંધાવવાની વાત કરી રહ્યો છે અરે રે, મારે કાંઈ સાત પાંચ દીકરા નથી...નહિ તે બીજાને ઘેર ચાલી જાત . ” ' “મા, તમે નકામે બળાપ કરમા. બધાને જાત્રા કરાવવાનું ભાઈને મન થયું હોય તે ભલે પુરુ કરે....જે ના પાડશે તો ઈ વળી કાંક વધારે પડતું કરી નાખશે.” ઝબકે કહ્યું.
“ તુ ય ભાઈની વાતમાં દોરવાઈ ગઈ કે શું ? જાત્રા કરવા જાઈ એટલે ઘરની ભાળ કેણ રાખે? જાતરાતે આવતે ભવ પણ થાશે. પણ ઘરમાં કેક પચી જાશે તે વીસ હાથને ચોફાળ એાઢીને રડવું પડશે.” માએ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org