________________
૨૫૮
ભાવડ શાહ
મેં તમને કેટલીય વાર કહ્યું છે કે હું બીજું ઘર કરવા માગતે નથી મને પણ ચાલીસ વરસ થઈ ગયાં છે... અને હું જાઉં છું. શૈદરાજને દેખાડવા. કાંપિલ્યપુરને વૈદ આખા પંથકમાં વખણાય છે.”
મા કશું બોલી નહિં, દિકરા સામે જોઈ રહી.
અને ત્રીજે દિવસે એક ગાડું લઈને બંને કપિલ્યપુર જવા વિદાય થયાં.
બેન બનેવી આવવાનાં છે એ કોઈ સંદેશે ભાવડને મળે જ નહોતો. તેણે અગાઉ ત્રણ ચાર વાર સંદેશા મકલ્યા હતા પણ તેને કઈ જવાબ જ આવ્યો નહોતો. બેન સારી છે બનેવી સારા છે, કે ઘરમાં બધા નરવાં છે એવા કોઈ સમાચાર પણ મલકચંદે મોકલ્યા નહોતા.
જ્યારે ભાવને પગ ભાગ્યો હતો, ત્યારે ભાવડે બેનને ચિંતા થાય એટલા ખાતર પોતાને વાગ્યાના સમાચાર મેકલ્યા જ નહોતા.
ત્યાર પછી નાની હાટડી કરી... યતિદાદાના વચન પ્રમાણે ઘોડી ખરીદી.. લખીને સુંદર વછેર થ..
અને એક રાતે ભાવડ પાંચસે સુવર્ણ મુદ્રામાં લઈને મિત્રના ઘેર ગ. ધર્મદાસે ભાવડને ખૂબ જ સત્કાર કર્યો. વાતવાતમાં ભાવડે પાંચસો સુવર્ણ મુદ્રાની થેલી મિત્રને સેંપતાં કહ્યું : “ધર્મદાસ, તારા જેવા મિત્રની ભાવનાથી મારી નૌકા સુખરૂપ ચાલી રહી છે.. આટલે બેજે પણ આજ ઉતરી શકો છે.?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org