________________
૨૩૮
ભાવડ શાહ
લેવા આવ્યો. ભાવડ તેના માલનું પડીકું વાળવા માંડે ત્યારે તે ગ્રાહકે કહ્યું: “ભાવડશેઠ, શું કળજગ આવ્યે છે!”
“કેમ ભાઈ..મારા માલમાં..”
તમારા માલની વાત નથી કરતો. આ મોટી બજારના ચોકમાં કેક પરદેશી ઘેાડી વેચવા આવે છે... ઘડીની કિંમત એની સાત પેઢીની જણાવે છે.”
શું કોઈ પરદેશી છે?”
હા, હું એ રસ્તેથી અહી આવ્યું. લેકોનું ટોળું ભેગું થયું છે ને બિચારાની મશ્કરી કરે છે.”
ભાવડે પડીકું આપી દીધું..અને વાણેતરને થડે બેસવાનું કહી તે ઊભે થશે. યતિદાદાએ કહેલી ભવિષ્યવાણી સાચી પડી હતી.તે ખેસ વીટી, પાઘડી સરખી કરી, કાંટારખા ધારણ કરીને મોટી બજારનાં એક તરફ ગયે.
ચેક પાસે જતાં જ તે જોઈ શકશે કે લેકે ટેળે વળીને ઊભા છે. ટેળાની વચ્ચે ઘડીની લગામ પકડીને એક પરદેશી ઊભે છે.
ભાવડ ટેળા પાસે ગયો. ભાવડને જોતાં જ એક ટીખળી બોલી ઊઠ: “અલ્યા પરદેશી, અમારા ગામના અશ્વ પરિક્ષક ભાવડ શેઠ આવી ગયા છે. હવે તને માગ્યું મૂલ્ય મળશે.”
ભાવઠશેઠની ગરીબાઈ પર વ્યંગ કરવાના ઈરાદે એક બીજે વેપારી બેલી ઊઠો: “પધારો ભાવડશેઠ પધારે... આ બિચારે કયારને ઘોડી વેચવા ઊભે છે પણ કોઈ ગ્રાહક મળતો નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org