________________
ભવિષ્યવાણી ! તારા અંગેની મેં બધી વાત સાંભળી તારી ટેક અને તારી પ્રમાણિકતા આદરણીય છે. પણ કસેટી ઉત્તમ જીની જ થાય છે...તારો કન્સેટી કાળ પુરે થવા આવ્યું છે. પાપકર્મને ઉદયને અંત હવે હાથ વેંતમાં છે...તે જે દૌર્ય રાખ્યું છે તે બરાબર જાળવજે. લૌકિક દષ્ટિએ તું એટલો સુખી થવાને છે કે જેનું હું વર્ણન કરતા નથી. ભાવડ, તું ને તારી પત્ની ભાગ્યશાળી છે...તારે ત્યાં એક પુત્ર રત્ન આવશે અને હું તને શું કહું.એ પુત્ર ભારે પરાક્રમી ધર્મિષ્ઠ અને મહાતીર્થને ઉદ્ધારક બનશે.”
ભાવડનાં નયને સજળ બની ગયાં. તેણે ફરીવાર મસ્તક નમાવ્યું.
યતિદાદાએ કહ્યું : “ભાવડ, એક વાત યાદ રાખજે... આવતા કાર્તિક માસમાં આ નગરીમાં એક ઘડી વેંચવા કોઈ પરદેશમાં આવશે. એ ઘડીનું જે ધન માગે તે આપીને તું ખરીદી લેજે.”
ભગવત, આપની કૃપા હું કદી નહિ ભૂલું.”
ભાગ્યવતી યતિદાદાના શિષ્યને વહેરાવી રહી હતી. તે એટલી દત્તચિત્ત હતી કે યતિદાદાએ કહેલી ભવિષ્ય વાણી તેના કાન સુધી આવી જ નહોતી.
યતિદાદા ધર્મમાં સ્થિર, દઢ અને શ્રદ્ધા યુક્ત રહે-- વાને ઉપદેશ આપીને શિષ્ય સાથે વિદાય થયા.
ભાગ્યવતી વિનય અને શ્રદ્ધાના પ્રતિક રૂપે યતિદાદાને વળાવવા ડેલી સુધી ગઈ.
મતક ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org