________________
ભવિષ્યવાણી!
૨૦૧ ભાઈ પણ આડી નજરે ચાલતા હોય છે... અરે પત્ની, પુત્ર, પરિવાર પણ અકળાતે હોય છે. આમાં કોઈને દોષ કાઢવા જેવું કે આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પાપકર્મનો ઉદયકાળ ચાલતું હોય ત્યારે માનવીને બેસવાને એટલે પણ મળતું નથી. હું તે ઘણે ભાગ્યશાળી છું. દુઃખની કઈ અસર મન પર થતી નથી. પત્ની પુણ્યવની મળી છે ને બે ટંકનું ધાન પણ પ્રાપ્ત થાય છે. તારા જે ભાવના શિલ મિત્ર છે, ગંગામા જેવા મમતાળું પડેશી છે. ખરેપર નારાયણ મને કઈ વાતનું આશ્ચર્ય નથી થતું.”
નારાયણે ભાગ્યવતી સામે જોઈને કહ્યું : “મારો ભાઈબંધ તે થાતી જુવાનીમાં જ વિરક્ત બની ગયો લાગે છે... તમારા મનમાં કાંઈ નથી થતું?”
“ તમે પરણ્યા તેય પંડિતના પંડિત રહ્યા.... પુરુષની દુનિયા વિરાટ છે... સ્ત્રીની દુનિયા તે એના પતિમાં જ સમાયેલી છે. એમને કઈ વાતનું દુઃખ ન થાય તે મને શા માટે ન થાય ? તમે તે જુવે છે... અમે નીરાંતે જીવી રહ્યાં છીએ..કઈ વાતને અભાવ નથી, કઈ પાંતીનું દુઃખ નથી ને કોઈ જાતને વસવસે નથી.” -ભાગ્યવતીએ હસતાં હસતાં જવાબ આપે.
ત્યારપછી નારાયણ અને દમયંતી વિદાય થયાં.
બીજે દિવસે શ્રીજિનપૂજન કરીને ભાગ્યવતી ઘેર આવી ત્યારે ગંગામાએ ઘણું કામ પતાવી નાખ્યું હતું... ભાગ્ય સ્ત્રીએ કહ્યું : “મા, તમે આ બધું શું કર્યું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org