________________
૨૦૦
ભાવડ શાહ રાતે નારાયણ, ભાગ્યવતી અને દમયંતી ભાવડના ખાટલા પાસે બેઠાં હતાં, વાતવાતમાં નારાયણે પૂછયું : “ભાવડ, તારા સંબંધીઓ તો ઘણા છે.તારાં બેનને સમાચાર મોકલ્યા છે કે નહિ?”
નાના... આ કયાં માટે મંદવાડ હતે ! સમાચાર મકલું એટલે બિચારીના હૈયામાં વલેપાતને અંત ન આવે અને આવા જેઠમાં એને આવવું પડે.વળી માથે વરસાદને ભય ઊભે જ છે.”
ઈ બરાબર છે.પણ ગામમાં કઈને સમાચાર નથી મોકલ્યા?”
ગામમાં તું છો તે તને તરત બોલાવ્યો હતે... બાકી નારાયણ, સુખમાં સાથ આપનારાએ ઘણું હોય છે.. દુઃખમાં સામું જોનારાને પણ અભાવ થઈ પડે છે. મારે મન તે તું આવી ગચે એટલે આખું ગામ આવી ગયું.” ભાવડે હસતાં હસતાં કહ્યું.
“હુ એ દૃષ્ટિએ નથી કહેતે.... તારા પગે હાડકું ભાંગ્યું છે. શિવુદાદા પાટા બાંધે છે, તું ખાટલે છે ને હરીફરી શકતો નથી. આ વાત ગામમાં છૂપી નથી. તે ઘણું પર ઉપકાર કર્યા છે, ઘણાની મુશ્કેલીઓ દૂર કરી છે. અને તારે વેપાર ચાલતું હશે ત્યારે તારા વેપારી મિત્રોને પણ પાર નહિ હોય ! મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ બધા માણસેના દિલમાં શું ભાવના હશેજ નહિ?”
“ નારાયણ, જ્યાં દિલ હોય ત્યાં ભાવના હોય જ.. પરંતુ પૂર્વકર્મના ચંગે જ્યારે પડતી આવે છે ત્યારે સગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org