________________
હઠણ માનવી!
૧૮૩ અરે શેઠજી, આપ તે અશ્વના જાણકાર છે. આપની પ્રસંશા મેં ઘણું સાંભળી છે. આ હવે બેસાડું” વિજયસિંહે કહ્યું.
મહામહેનતે અને પગની પીડા મનથી પી જઈને ભાવડ અશ્વ પર અસવાર થઈ ગયે...લગામ તેણે પોતાના હાથમાં લીધી ત્યાર પછી કહ્યું : “એલું મારું પેટલું લઈ જો ને તમે મારી વાંસે બેસી જાઓ..”
પણ આ કાઠું.”
“એની ફિકર કરશે નહિં. પીઠ પર બેસજો ને કાઠું પકડી રાખજે.”
વિસિંહે કાપડનું પિટકું જેમાં ગજ કાતર ભરાવેલાં હતાં તે ભાવડને આપ્યું અને તે પણ ભાવડની પાછળ બેસી ગયે.
ભાવડે અશ્વને પાછો વાળે અને કહ્યું: “દરબાર, ઘેડો પાણીદાર છે. આને દસ દી સુધી કાળીજીરી ને ચણાની દાળનાં મુઠીયાં કરીને રોજ સવારે અચ્છેર જેટલાં ખવરાવજે. કાળીજીરી એક ભાગ ને ચણાની દાળ બે ભાગ લેજે.”
એમજ કરીશ.” વિસિંહે કહ્યું.
ભાવડના પગના પંજામાં ને થાપામાં અસહ્ય વેદના થતી પણ એ તરફ જરાયે લક્ષ્ય આપ્યા વગર તેણે ઘેડાને તીરવેગે ગામ તરફ છોડી મૂક્યો. એક સરખી પાણીકા રેલા જેવી ચાલ બેસનારને જરાય થડકે ન આવે એવી સુખચાલ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org