________________
ભાવડ શાહ
શ્યામસિંહે દારૂનું પાત્ર હાથમાં લીધું...પણ વળતી જ પળે ઢળી નાખ્યું....રાખવાળું શરીર પાણીથી સાફ કરી, માથું વગેરે બરાબર ધોઈ તેણે મૂળ વસ્ત્રો ધારણ કરી લીધાં.
મીઠાઈ એમને એમ પડી રહી ઝોળી પણ એમને એમ પડી રહી...લાકડાં સ્વયં ઠરી ગયાં હતાં....છતાં દેવળે તેના પર પાણી ઢોળ્યું ને બંને મિત્રો બહાર નીકળ્યા.
દેવળને આજ વાડીએ રહેવું પડે તેમ હતું એટલે તે શ્યામસિંહને છેડેક સુધી વળાવીને પાછો ફર્યો.
ભાવડ અને રાઘવ ઘેર આવ્યા. હજી રાત્રિને બીજે પ્રહર ચાલતો હતો. ભાગ્યવતીએ બંને મિત્રોની પથારી એાસરીમાં કરી રાખી હતી.
ભાવડે ડેલી ખખડાવી.
ભાગ્યવતીએ ડેલી ઉઘાડીને સીધો પ્રશ્ન કર્યોઃ “શુ થયું ? ”
“જે ધાર્યું હતું તે...” રાઘવે હસતાં હસતાં કહ્યું.
એાસરીએ આવ્યા પછી ભાવડે પત્ની સામે જોઈને કહ્યું : “ તે પ્રતિક્રમણ કરી લીધું ?”
“ ના ..તમારી જ વાટ જોતી હતી. ગંગામા આવ્યાં હતાં તે હમણાં જ ગયાં.”
પ્રથમ તું રાઘવની થાળી તૈયાર કરીને કાઢી આપ...આપણે પ્રતિક્રમણ કરી લઈએ.... પછી નીરાંતે સઘળી વાત કરીશ.”
ભાગ્યવતીએ રસોડામાં જઈને રાઘવ માટે થાળી તેયાર કરીને બહાર એક બાજઠ પર મૂકી. રાઘવ હાથમેં
ઈને જમવા બેસી ગયે.... કારણ કે સાંજ પહેલાં ભાવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org