________________
મધુર સ્વન !
૧૫૯
* શ્યામસિંહ બે પળ પત્ની સામે જોઈ રહ્યો...ત્યાર પછી આંખે બંધ કરી આવતી કાલના વિચારે ચડી ગયે.
ભાવડશેઠની પદમણી પત્ની આવતી કાલે સંધ્યા પછી દેવળની વાડીએ પાવશે. પણ જોગીના વેશમાં મારે શેઠાણીને પકડવી કેવી રીતે ? હૈયાસરસી લેવા જતાં દેકારો કરી મૂકશે તો? ના.ના. આબરૂદાર સ્ત્રી દેકારે તો ન જ કરે... એકવાર ભીંસાઈ જાય તે પછી કદાચ કાયમની ગાંઠ બંધાઈ જાય... પણ એના સ્વાગત માટે શું કરવું? હં.....મહાશંકરની મીઠાઈ ત્યાં રાખું.. થોડોક દારૂ પણ રાખું..જે એને એકાદ પિયાલી પાઈ શકું તે પછી રંગ જામી જાય ઈ જ ઠીક છે ચોળીના પ્રસાદરૂપે -દારૂનું જ ચરણામૃત પાઈ દેવું. નશો ચડતાં વાર નહિ લાગે ને નશામાં માનવી પિતાનું બધું વિસરી જાય છે.
આવા વિચાર તરંગે કરતે કરતે શ્યામસિંહ છેક મિડી રાતે કલ્પનાના મધુર સ્વપ્ન વચ્ચે નિદ્રાધીન બની ગ.
મધુર સ્વપ્ન !
માનવીની મેટામાં મોટી કમજોરી જ એની કલ્પનામાં સર્જાતી હોય છે, અને એ કમજોરીને જ માનવી વરદાન માનતો હોય છે ! જે સ્વપ્ન સંસ્કારહીન હોય છે, કર્તવ્ય ભ્રષ્ટ હોય છે અને ઘાતક હોય છે તેને જ મેહાંધ માણસે મધુર સ્વપ્ન માની લે છે : . મોડી રાતે સૂતેલે શ્યામસિંહ વહેલી સવારે ન ઊઠી શકો છેક રાસવા સુરજ ચડે ત્યારે જ જાયે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org