________________
૧૫૮
ભાવડ શાહ
એવું કાંઈ નથી. પણ મહારાજાએ એક કામ સેપ્યું છે ને શું કરવું ઈ કાંઈ સૂઝતું નથી.”
એવું કયું કામ સોંપ્યું છે?” ઈ વાતમાં જ ગોટાળા થઈ ગયે છે. ” “ એટલે ?”
“બાપુએ કાલ સાંજે કયાંક જવાનું કહ્યું ને સમજ્યા વગર મેં હા પાડી દીધી.”
ત્યારે તો ભારે કરી. એ વખતે ત્યાં કઈ બેઠું હતુ ?” પત્નીએ પ્રશ્ન કર્યો.
હા... મહારાણા હતાં. રૂપલી ને જમની પણ હતી.”
કીએ તો અત્યારે જ રૂપલીને બોલાવું.” રૂપલી વળી અધરી છે...”
તો સવારે મહારાણી પાસે જઈશ એટલે પૂછી લઈશ. એ મને યાદ જ હશે.”
બેનડીને કાંઈ પૂછીશમાં..ઈ મહારાજાને વાત કર્યા વગર રહે નહી ને મારે ફજેતીના ફાળકે ચડવું પડે... ઈ તો સવારે હું ગમે તે ઉપાયે જાણી લઈશ.” શ્યામસિંહે કહ્યું.
“તો પછી નીરાંતે સૂઈ જાએ....” “તું?
“મારે હજી માળા બાકી છે ને કાલ અગિયારસનું એકટાણું કરવું પડે એમ છે.” કહી પત્ની પિતાની શય્યા તરફ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org