________________
મધુર સ્વપ્ન !
૧૫૭ રાઘવે કહ્યું : “શેઠજી, તમારી વાત સાચી છે. આપણે જરૂર જઈશું. અને વખત આવશે તે મારું કાંડું લેખંડી છે.”
ભાવક હો અને બેઃ “હું આજ રૂપાવટી જ જઈશ...અને વહેલો પાછો આવી જઈશ.”
ભાગ્યવતીએ કહ્યું : “બહુ દૂર ન જતા.”
ભાવડ હાથ મુખ ધોઈને ઊભે થશે. મુખવાસ તરીકે સેપારી વેતરીને ખાધી અને રાઘવને આપી.
શેઠજી, આજ મારી ઘડી લઈને જ જાઓને!”
ભાગ્યવતીએ કહ્યું: “એ બરાબર છે, તે તે તમે જમવા ટાણે પણ આવી શકશે.”
આમતે મેં...પાકું શીરામણ કર્યું છે. એટલે હરકત નથી....અને ચાલવામાં મને વધારે આનંદ રહે છે.”
રાઘવનો આગ્રહ વધી પડે. છેવટે મિત્રની ભાવનાને વશ થઈ ને ભાવડ રાઘવની ઘેાડી લઈને બેકોશ દૂર આવેલા રૂપાવટ તરફ નીકળી ગો.
ગઈ રાતે જમની સાથે મળી શકાયું નહોતું.. એટલે વિગતથી વાત જાણી શકાઈ નહોતી. પણ શ્યામસિંહને રાતે નિદ્રા વેરણ થઈ ચૂકી હતી. તેની પત્નીએ વારંવાર કહેલું કે : “આજ તમે શું વિચાર કરો છો ?” પણ શ્યામસિંહે ખાસ કંઈ જવાબ નહોતો આપે. પત્નીએ
જ્યારે સ્વામીના કપાળ પર હાથ મૂકીને પૂછયું કે : “આજ આટલા બધા અનમન કેમ દેખાઓ છો ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org