________________
૧૫૩
મધુર સ્વપ્ન ! તો અનાદિકાળથી ચાલ્યા જ આવે છે અને જ્ઞાની પુરુષો એવા અનિષ્ટ સામે સદાય લડતા આવ્યા છે. અનિષ્ણ જન જીવનનો રાજમાર્ગ ન બની જાય એની સતત કાળજી સંતપુરુષા રાખતા હોય છે. કારણ કે જે દિવસે અનિષ્ટ રાજમાર્ગ બને તે દિવસે માનવી પણ દાનવના રૂપમાં ફેરવાઈ જતો હોય છે અને ઈશ્વરને, પાપનો કે મુગતિને કેઈને ભય જ રહેતો નથી.
વીરવિક્રમે સમગ્ર પ્રજાજીવનમાં સશિલ બળને વેગ આપે હતો અને અનિટેને સાવ રાંક બનાવી દીધાં હતાં.
ભાવડ અને ભાગ્યવતી મકાનમાં ગયાં ત્યારે રાઘવ પિતાની ઘોડીને નીરણ નાખી રહ્યો હતો. ભાવડે પ્રસન્ન સ્વરે કહ્યું: “કેમ રાઘવ, હજી હમણા જ આવ્યા લાગે છે!”
“હા, શેઠજી... અધઘડી થઈ હશે, આનંદમાં છો ને ?”
ધર્મની કૃપાથી આનંદમાં જ છીએ.. તારે ત્યાં બધા કુશળ છે ને?” ભાવડે સામે પ્રશ્ન કર્યો.
હા.. બધાએ આપને ને મારાં ભાભીને ઝાઝા કરીને રામ રામ કહ્યા છે..”
ભાગ્યવતીએ કહ્યું : “રાઘવભાઈ, દાતણ બાતણ કર્યું લાગતું નથી.”
તમે કપડાં બદલાવે ત્યાં હું પતાવી લઈશ.” રાઘવે કહ્યું.
બંને માણસો કપડાં બદલાવવા એારડામાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org