________________
૧૫૪
ભાવડ શાહ,
રાઘવે પાણીયારેથી દાતણ લીધું.
પૂજાના વસ્ત્રો બદલાવીને બંને બહાર આવ્યાં ત્યારે, રાઘવ હાથ મેં ધોઈ રહ્યો હતો.
ભાગ્યવતી રસોડામાં ગઈ. આજ રાઘવ આવશે એવી બંનેને ખાત્રી હતી...કારણ કે રાઘવ આટલા વરસમાં અગિયારસને અમાસે અહીં આવવાનું કદી ચૂક નહોતો.
ભાગ્યવતીએ રોટલા, ઘી, દૂધ અને ગોળ મૂકીને બે થાળીઓ બહાર મૂકી. ભાવડ અને રાઘવ શીરામણ કરવા બેસી ગયા.
શિરામણ કરતાં કરતાં ભાવડે કહ્યું: “રાઘવ, આજની રાત તારે રેકાઈ જવું પડે તેમ છે.” - “મારા અહોભાગ્ય ! એક શું સે રાત રોકાઈ જાઉ”
એક ન સમજાય એવી પંચાત ઊભી થઈ છે. ” કહી ભાવડે જમનીના આગમનથી માંડીને ભાગ્યવતી સાથે જે કંઇ ચર્ચા કરી હતી તે સઘળી ટૂંકામાં કહી બતાવી.
આખી વાત સાંભળીને રાઘવ બેલી ઊઠો : આ. રાંડ જમની આપણા ઘરમાં કયાંથી ઘુસી ગઈ? શેઠજી, એણે પિતાના પરણ્યાને ભારે દુઃખી કરી નાખ્યો હતો. રામજી મૂળ તે અમારા જ ગામને...બિચારાને કંપીલપુર છોડીને ભાગી જવું પડયું.”
તમે જમનાબેનને ઓળખે છે ? ભાગ્યવતીએ રસોડાના ઉંબરે ઊભા રહીને પ્રશ્ન કર્યો.
બહુ સારી રીતે. આપણું રાજાનો એક હલકી વૃત્તિને.
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org