________________
૧૧.
જાળ સામે જાળ !
પ્રતિકમણાદિથી નિવૃત્ત થઈ ભાવડ અને ભાગ્યવતી પિતાના એારડે ગયાં ત્યારે રાત્રિને બીજો પ્રહર ચાલતો હતો.
ભાગ્યવતીએ નિત્ય નિયમ મુજબ સ્વામીના પગ દબાવવા માંડયા... એટલે ભાવડે કહ્યું: “ભાગુ, તારી ભાવનાને અવરોધ કરવા ખાતર કહું છું એ ન માનીશ. પણ ખરેખર મારા પગને જરાય કળતર નથી થતું.... પહેલાના બેઠાડુ જીવન કરતાં મને આ જીવનમાં તાઝગી વધારે લાગે છે.”
ભાગુએ કહ્યું : “તમને તાઝગી લાગતી હશે પણ હું જઈ શકતી નથી. સાંજે ઘેર આવે છે ત્યારે તમારા ચહેરા પર ભરપુર થાક દેખાતે હોય છે.”
ભાવડ શય્યામાં બેઠે થઈ ગયે અને પત્નીનાં બંને હાથ પકડી લઈ અંકમાં લેતાં બોલ્યા: “પ્રિયે, તને જે થાક દેખાય છે તે થાક નથી હોતો પણ ચાલવાના કારણે ઉડેલી રજ મારા ચહેરા પર ચૂંટી હોય છે. હું સત્ય કહું છું. થાકનો મને ખ્યાલ નથી આવતે..” કહી તેણે પત્નીને એક દીર્ઘ ચુંબનથી ભીંજવી દીધી.
ભાગ્યવતીએ બાહુબંધનમાંથી છૂટકારો મેળવ્યા પછી, કહ્યુંઃ “આજે ય જમની આવી હતી...ઈ આમ જીવનથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org