________________
૧૨૭
જાળ તુટી ગઈ! સવારે જ શ્રીજિનેશ્વર ભગવંતના પ્રાસાદવાળી શેરીમાં શ્યામસિંહે ભાવડ અને તેની પત્નીને ઈશારાથી જમનીને દેખાડયાં.
બને માણસે ભગવંતની પૂજા કરીને બહાર નીકળી રહ્યાં હતાં. એ જ વખતે શ્યામસિંહ જમનીને ઇશારાથી સૂચન કર્યું અને કોઈ પ્રકારનો સંશય ન આવે એટલા ખાતર તે પાછા ફરી ગયે.
- જમની લાગ્યવતીના સૌમ્યવદનને જોતાં જ કંપી ઊઠી. આવી સામ્યતા તેણે કઈ નારીમાં સ્વપ્ન પણ જોઈ નહોતી. આ બંને માણસે હાથમાં પૂજાના ખાલી પાત્ર લઈ નીચી નજરે જોતાં ચાલ્યાં આવતાં હતાં. જમની એમના તરફ જોતી જોતી એક તરફ તરી ગઈ. અને ભાવડ તથા ભાગ્યવતી પિતાના ઘરના રસ્તે વળ્યાં ત્યારે જમની પણ હાથમાં ખાલી બેઘરણું રાખીને તેમની પાછળ ચાલવા માંડી.
- જમની જોઈ શકી હતી. બંને નવજવાન છે..... બંનેના કાયા તેજસ્વી છે...ભાગ્યવતી જેમ દેવકન્યા સમી છે તેમ ભાવડ પણ કોઈ દેવ જેવો જ લાગે છે. વિશાળ છાતી, દીર્ઘબાહ, નિરોગી કાયા, તેજસ્વી વદન.પાતળી છતાં પૌરુષનાં પ્રતિક સમી મૂછો... ભાગ્યવતીના સ્વામીનું આ સ્વરૂપ જોઈને જમનીના મનમાં થયું. આ પુરુષ છોડીને કઈ નારી અન્યમાં ચિત્ત પરોવે? અને ભાગ્યવતીના વદન પરનું તેજ એવું છે કે એની સામે આવી વાત પણ કેમ કરી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org