________________
પર્યંત્ર
ચિત્તાની અને ચતુરાનનાની સુંવાળી સુંવાળી સોડમાં સૂતેલ આપણે સ્વમદ્રષ્ટા શેરખાં આજે નિરાંતની નીંદ માણી રહ્યો હતો. આશરાની ને ભરોસાની શોધમાં પહાડ–પર્વત, નદી-નાળાંના રોજના રઝળપાટથી સદા સંતપ્ત એનું હૈયું, આજે આ નૌકાના હૂંફાળા ખંડમાં આશાયેશ પામ્યું હતું. સતનત સ્થાપવાનું શોખીન, અફઘાના આફતાબને ચમકાવવાનું હોંશીલું એનું મન કોઈ સુંદર ખ્યાબી દુનિયામાં સરી રહ્યું હતું.
બહારના ભાગમાં શીળા વાવંટોળ વાઈ રહ્યા હતા, ને નૌકાને બાથ ભાગ તુષારબિંદુથી ભીંજાઈ ગયો હતો. પણ તેથી નૌકાના અંતર ભાગમાં સૂનારને કશી ખલેલ પહોંચતી નહોતી. છતાં જેના નસીબમાં નિરાંતની નીંદ લખી ન હોય, એ લાખ કોશિશ કરે પણ ક્યાંથી પામી શકે ? એને તો વહેતી હવા પણ વિષનું વમન કરતી હોય છે. ઝાકળનું એક એક બિંદુ એની ઊર્મિઓ પર તેજાબ છાંટતું હોય છે.
જમુનાના શાંત પ્રવાહ પર સરતી આ નૈયા પર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org