________________
આકાશમાંથી એકાએક મૂશળધાર વર્ષ તૂટી પડે એમ, કિનારા પરથી તીરની વર્ષા થઈ રહી. ઝબકીને જાગીને સહુ જુઓ ત્યાં તે વાતવાતમાં નૌકા ઘેરાઈ ગઈ હલેસાં મારી રહેલા ગુલામ મોતને નજર સામે નીરખી ખરગોસની જેમ નીચું માથું ઘાલી ગયા. નૌકાના અગ્ર ભાગ પર બેઠેલે ગુલામ સરદાર સાવધ થઈ એલે હાથે તીરેનો સામનો કરી રહ્યો. યુનાગઢનો એ ચુનંદે લડવૈયો હતો. મલિકાના મરહૂમ માલિક તાજખાનનો આપભરોસાનો આદમી હતો.
એની તીરવર્ષાએ આવતા દળને ખાળી લીધું. પણ અફસોસ ! કિનારા પરથી હવે સળગતાં બાણોને મારે ચાલુ થયો ! સર્ચ કરતું એક સળગતું તીર આવ્યું; અને થોડી વારમાં નૌકાના કૂવાથંભને આગે ઝડપી લીધો.
નિરાંતની નીંદમાં પોઢેલે શેરખાં ક્ષણભરમાં બેબાકળો બગી ઊડ્યો. એણે આંખના પલકારામાં પરિસ્થિતિ પારખી લીધી. વીજળીની ઝડપે પોતાની બંદૂક સમાલી લીધી. અજોડ નિશાનબાજે પોતાની અજબ કરામત દેખાડવા માંડી. દુશ્મને ગોળીએથી બચવા વૃક્ષોની પાછળ છુપાઈને તીરોને વરસાદ વરસાવવા લાગ્યા.
સન્...એક, બે કે ત્રણ! જમુનાના કિનારાનાં કાતરો આ ગોળીબારથી ધણધણું ઊડ્યાં. ભળભાંખળું થતું હતું. પરોઢનાં પંખી હજી છેલ્લી નીંદમાં હતાં, ત્યાં આ ભયંકર કોલાહલે પંખેરેને જાગ્રત
ર્યા; સાથે પ્રેમનું પંખેરું બનીને સૂતેલી ચુનારગઢની મદભરી મલિકા પણ જાગી ગઈ. ઝોલે ચઢેલી તાર બાંદી પણ સાવધ થઈ ગઈ
પણ મોડું-અતિ મોડું થયું હતું. ગુલામ સરદાર તીરની બછારથી ચાળણીની જેમ ચળાઈને જીવનહીન બની નીચે ઢળી પડ્યો. એક શેરખાં મર્દ બનીને સામનો કરી રહ્યો હતો. નૌકા ભડકે બળી રહી હતી. એ ભડકામાં શેરખાંને દુશ્મનો સ્પષ્ટ દેખાઈ આવતા હતા. એક જલદી ન કળી શકાય તેવા પ્રચંડ કાવતરાની જાળમાં
જયંત્ર : ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org