________________
જ્યારે તે અટક્યો ત્યારે આકાશમાં તારલિયા ઝબૂકી રહ્યા હતા.
“પૂજ્ય જતિજી મહારાજ ! આપ સમજી જ ગયા હશે કે પેલે દિલ્હીને ઝવેરી બનનાર હેમરાજ તે હું પોતે; ને જેને મેં કોલ આપે તે આજે બાદશાહ બાબરને પગલે રાજશતરંજને ખેલાડી બનેલે શેરખાં પોતે ! આજે તો તે વિપત્તિનાં વાદળ વચ્ચે ઘેરાયેલું છે.”
હેમરાજજી, તમે જૈન વીર કમશાહને પગલે ચાલે, રાજનીતિમાં પ્રવેશો. ભલે શેરખાં બાદશાહ બને.”
સાચું ભાડું મહારાજ! વેળાએ વેળાએ સાવધાન કરવા જરૂર પધારજો, કારણ કે રાજનીતિની કાળી કાટડીમાં પેસનારને કાળા રંગે રંગાવાનો સદાને ભય છે. એ જુવાન અફધાન, બાદશાહીને બરાબર યોગ્ય જ છે. તમે હૈયું ખોલીને વાત કરી એમ હું પણ કરું છું, કે આજે જ મને એક સમાચાર સાંપડ્યા છે. સવારે જ જનાનખાનામાં ગયો ત્યારે ઘણું ઘણું ઝવેરાત મારી પાસેથી ખરીદાયું ને આગ્રા ગયું. ખરીદનાર બેગમના ચહેરા પર ખુશી નહોતી દેખાતી. મારી કલ્પના ઠગાતી ન હોય તો હું નક્કી માનું કે બાદશાહ બાબર ગુજરી ગયે. મહારાજ, બાદશાહી મેળવવાની નવી તક લીધી. મારા મિત્રને ચેતવું છું. કાર્યના શ્રીગણેશ હવે કરવા જ ઘટે. આપના આશીર્વાદ ?”
“ અવશ્ય હેમરાજજી, મારા સાધુના આશીર્વાદ છે, પણ તમારા મિત્ર પાસેથી કોલ લેજે કે એ ભલે અમૂર્તિપૂજક રહે. પણ, મૂર્તિભંજક ન બને !”
ભલે, એવો કોલ લઈશ. પણ મહારાજ, ગુપ્ત ખંડની વાર્તા ગુપ્ત રહે, ને ગુજરાતના સમાચાર મળતા રહે!”
તારલિયાથી છલછલ આકાશ નીચે જતિજી જ્યારે પોતાના આશ્રયસ્થાન તરફ જવા નીકળ્યા ચ્યારે મધરાત થવા આવી હતી, અને મોડી રાત્રે જ્યારે દિલ્હીના ચેકીદાર તાપણું તાપી ટાઢ ઓછી કરતા હતા, ત્યારે કેઈ ફકીર ગામ બહાર જતો હતો.
- જિન ને દીન : ૬પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org