________________
તો લેતા જશે જ. આ દુશ્મન બળ નહિ પણ કળનો છે.
હેમરાજે પાણીમાં શાનિતથી ઊભા રહી સાપના આગમનની પ્રતીક્ષા કરવા માંડી. ફરીદ સિપાઈ હતી. એ દુશ્મનને વધારે વાર રમાડવામાં નહોતો માનતે, પણ સાથે સાથે એને હેમરાજની વિચક્ષણ બુદ્ધિ માટે પણ માન હતું. તે ખુલ્લા છરા સાથે શાતિથી ઊભો ઊભે, તક આવતાં પહોંચી વળાય તેવી તૈયારી સાથે જોઈ રહ્યો.
સાપ બિલકુલ નજીક આવી પહોંચે. કેઈ હાલતું ચાલતું નહોતું. એટલે સાપે પણ પોતાની વેગીલી ગતિને જરા નરમ કરી; લગભગ નજીક આવી પહોંચે એટલે હેમરાજે ધનુષની પણછ માં પાસે ધરી, મજબૂત અને કૂણું આંતરડાંની બનાવેલી પણછ મેં પાસે આવતાં સાપે શિકાર ધારી એના પર હલ્લો કર્યો. ઝડપથી પણછ માં લઈ સાપ ગૂંચળું વળી ગયો. એ તો નાગચૂડ!
હેમરાજ રજ પણ ગભરાયા વગર બાણને પકડીને ઊભો હતો. મતને અને એને બે હાથનું જ છેટું હતું. ફરીદ પણ ગાંજ્યો જાય તેમ નહોતો, છતાં હેમરાજની વચ્ચે પડવા માગતો નહોતો. સાથે પણ૭ને મોંમાં લીધી કે તરત હેમરાજે ધીમે ધીમે ધનુષ ઊંચું કરી લીધું.
આ સાપ ધનુષ પર ટી ગાઈ ગયો. હવે હેમરાજે હાથ બરાબર સ્થિર રાખી, ધીરેથી કિનારા તરફ પગલાં ભરવા માંડ્યાં. સાપ તો અવ્યક્ત રીતે પણછને લટકી રહ્યો હતો.
બંને કિનારે આવી પહોંચ્યા. કિનારે આવતાંની સાથે હેમરાજે ઝડપથી કમર પરને છરે ખેંચ્યો ને પોતાના હાથ પાસેની પણ એવી યુક્તિથી કાપી નાખી કે ધનુષ ટંકાર કરતું પોતાની પણછમાં સાપને લપેટી કેટલાય કદમ દૂર જઈ પડ્યું.
હેમરાજ, એક વાર, વન ગાજી ઊઠે એવી રીતે, ખડખડાટ હસી પડ્યો. ફરીદે પણ જંગલને મુક્ત હાસ્યથી ગજવી મૂકયું. ૬૦ : જિન ને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org