________________
એટલે ફરીદ, તમને જ બાદશાહ થવાને ઇજારે લખી આપે છે? વીરો ગ્યા વસુંધરા ! જેના હાથમાં તીર ને તલવાર હેય. જેના મગજમાં હિકમત હોય ને સહુથી વધુ તો જેના હૈયામાં હિંમત હોય એ બાદશાહ બની જાય ! ફરીદ, એક દહાડો તું બાદશાહ થઈશ તો હું પણ છત્રપતિ થઈશ. કઈ વાતે તારાથી ઊતરતો છું ? શિકાર તે શસ્ત્રવિદ્યા માટે ખેલું છું, રણમેદાન સર કરવા માટે ખેલું છું” હેમરાજના શબ્દોમાં આત્મવિશ્વાસ ગુંજતો હતો. સાથે ફરીદનાં વચનોથી માઠું લાગ્યા પણ ભાસ થતો હતો.
હેમરાજ, ખોટું લાગ્યું? મિત્રની મજાકથી બેટું લાગ્યું ? ભૂલી ગયો તે દિવસની વાત કે આપણે બંનેએ નિર્ણય કર્યો તો કે બંને જણા સાથે બાદશાહ બનીશું.' ફરીદે મિત્રને શાંત પાડવો, પણ હેમરાજ કાબેલ હતો. એણે વાત બદલી નાખતાં કહ્યું :
એ મારા ફરીદખાં બાદશાહ, જરા થોડી વાર આપ નામદાર જીભ બંધ કરી કાનને કામ સોંપો. બધી મહેનત એળે ન જાય !”
બંને પાછા ચૂપ થઈ ગયા. આખા પ્રદેશ ઉપર રાત્રિની નિર્જ. નતા છવાયેલી હતી. તમરઓના અવાજ વગર કશોય અવાજ સંભનાતો નહોતો. લગભગ મધરાત થવા આવી. એવામાં તળાવને સામે કિનારે કંઈક ભડકા થવા લાગ્યા.
પણ બન્ને આ ભડકાથી પરિચિત હોય તેમ શાંત ઊભા. એ સ્થળે રમશાન હતું. કુમારોની ધીરજ ખૂટવાની અણી પર હતી, ત્યાં તો પશ્ચિમ કાંઠેથી અવાજ સંભળાયો : બુ, બુ, બુડું !”
“હેમરાજ, બસ, બરાબર એ જ આવ્યું. અને સણસણાટ કરતું ફરીનું તીર એ દિશાએ ચાલ્યું ગયું. તીર ગયા પછી પાછી શાતિ વ્યાપી રહી. - પાછા બન્ને કુમાર વનમાં થતા અવાજ ઉપર કાન ઠેરવી શાન્ત બેઠા. પ્ર૮ઃ જિન ને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org