________________
જિન ને દોન
એક માળાનાં બે પરદેશી પંખીની વાત છે. એક જંગલનાં બે હરણની આ સ્મૃતિ છે. થોડાંએક વર્ષ .. પહેલાંની આ વાત છે. સુખદ દિવાસ્વપ્ન જેવા સુંદર એ દિવસો હતા.
માતા ભાગીરથીનાં નીર જેનાં ચરણને રોજ પખાળે છે એ કાશી શહેરથી ૪૦ કેસ દૂર આવેલી એ નગરી છે. પંડિતો એને યવનપુર કહે છે. મુસ્લિમ એને જેનપુર કહે છે. જેનપુર એટલે જાણે તોફાનની નગરી. કાચ પાર પચાવવો ને જેનપુર જીરવવું સરખું.
આ સુપ્રસિદ્ધ જેનપુરની મસામાં બે નિશાળિયા ભણે. ધમેં ભિન્ન છતાં હૃદયે અભિન્ન. એક જિનને ઉપાસક શ્રાવક–વાણિયો, બીજે દીને ઇસ્લામનો આરાધક પઠાણપુત્ર. શરદની વરસેલી વાદળીઓ જેવું ચંચળ એમનું જીવન હતું. બંસીના સ્વરડેલન જેવી એમની જીવનમાધુરી હતી. પંખીના માળા જેવી ટૂંકી પણ હેતાળ એમની જિંદગી હતી.
જેનપુરની નિશાળ અને મસાઓમાં જાણીતા
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org