________________
કેવા મરચા લેવા તે કેમ ન શીખ્યાઃ એ બધું વિચારું છું, ત્યારે મને એ બધા પર હસવું આવે છે. ને નવનવા યૂહની આવડત, ન સામ, દામ, દંડ, ભેદની હૈયાઉકલત. મહારાજા શાસ્ત્રકારો કંઈ મૂખ નહોતા કે વૃથા રાજનીતિઓ રચે ! તેઓએ આ નીતિથી ઓછા સહારે મોટા વિજય મેળવવાની ચાવી શીખવી છે. આ વિજેતાઓ ગાડરના ટોળાની જેમ કેમ લડતા હશે? કેટલીક વાર કેઈના વિજય પર હું હસું છે ને કેઈના પરાજય પર હું ગમગીન થાઉં છું.” હેમરાજની આંખમાં અગ્નિ ભભૂકી ઊઠળ્યો હતો. જેવો તેવો તેની સામે મીટ માંડી શકે તેમ નહોતું.
ધન્ય, ધન્ય, હેમરાજજી ! મારી વિદ્યા જૂઠી ન હોય; મારું જ્યોતિષ જૂઠ ન ભાખે. તમારી મુખમુદ્રા પરથી મેં જે કલ્પના કરી હતી એ સત્ય ઠરે છે. હું તો વિક્રમાદિત્યને સજીવ થતો નીરખું છું.
“હેમરાજજી, તમારા રાજકીય જ્ઞાનથી આશ્ચર્યાન્વિત થાઉં છું. જેમ જેમ તમને સાંભળું છું તેમ તેમ મારું મંતવ્ય દઢ થતું જાય છે. તમે નિરધાર કરે તો કશું અશક્ય નથી.” જતિજીએ કહ્યું.
‘એ અશક્ય છે. બે રીતે મહારાજ ! એક તે આજની રજપૂતાઈને કૂપમંડૂક્તાનો રોગ લાગ્યો છે. આપસમાં કલેશ કરવા, પ્રમાદી જીવન ગાળવું ને છેક છેલ્લી ઘડીએ કેસરિયાં કરવાં; આ સિવાય તેમને કંઈ સૂઝતું નથી. મોગલે, પઠાણ ને તુર્કો જેટલી સમરવીરતા ને શાસનધીરતા આજે બીજે નથી. યેન કેન પ્રકારેણ મરી જાણવામાં બહાદુરી સમજનારાઓને સારી રીતે જીવવામાં વધુ બહાદુરી છે તે શીખવવું દુષ્કર છે.” હેમરાજજીએ ઊંડા નિશ્વાસ સાથે વાત પૂરી કરી નીચે શ્વાસ લીધો.
“એક કારણ સાંભળ્યું, અને હવે બીજું કારણ?” જતિજીએ એક જ કારણ બતાવી મૌન રહેનાર હેમરાજજીને પ્રશ્ન કર્યો.
બીજું કારણ, એક મિત્રને આપેલે કોલ.” ૫૦ : જતિજીએ કહેલી કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org