________________
એ નારીના માંસલ પગ પર, આંગળીઓ પર ને પગની વિશાળ ફણા પર સાંકળા, કાંબીઓ, અણવઠ, બિછવા, બિટલા વગેરે અનેક અલંકારો હતા, જે એની ગતિ સાથે અપૂર્વ સંગીતમય ઝંકાર કરતા. એણે બેઠા ઘાટને, વચ્ચે પાંથી પાડીને, કેશકલાપ ગૂ હતો, ને ફૂલહીન અંબોડામાં રંગીન ઊનની દોરીથી કારીગરી કરી હતી.
જાજરમાન સોંદર્યના સુરેખ નમૂનામી એ સુંદરીએ હમેશાં બહાર નીકળતી વખતે મુખ પર રાખવાનું આછાદન વસ્ત્ર પણ અત્યારે ધારણ કર્યું નહોતું, કારણ કે સાધુ–મુનિરાજોની આગળ કદી પડદો રાખવામાં આવતો નહોતો.
મથએણે વંદામિ, સુંદરીએ બે હાથ જોડી પંચાંગ નમસ્કાર કરતાં કહ્યું.
ધર્મલાભ, બહેન!” જતિજીએ સ્વસ્થતાથી ને ઉમળકાથી આશીર્વાદ આપ્યા.
સુખસાતામાં મહારાજ ?” હાથ જોડીને ઊભેલી દેવસુંદરી જેવી એ સુંદરીના બે આઠ વચ્ચેથી સોનાની રેખાવાળી દંતપંક્તિઓ ઝળકી ઊઠી. એ ધીમું મલકી. એ મલકાટમાં પણ ભલભલાને મુગ્ધ કરે તેવું આકર્ષણ હતું.
દેવગુરપસાય, જતિજીએ એટલી જ સ્વસ્થતાથી વ્યાવહારિકપ્રશ્નનો વ્યાવહારિક રીતે જવાબ આપે. પદ્મિનીના પ્રદેશથી સુપરિન્ટ ચિત જાતિજીએ આવી અનેક દેવાંગનાઓ નીરખી હતી. એમની દષ્ટિ નીચી નમેલી હતી.
શ્રેણીજી ક્યાં ગયા છે?” જતિજીએ પ્રશ્ન કર્યો.
“નગરમાં વ્યાપાર અર્થે ગયા છે. હમણાં આવતા હશે.” સુંદરીએ વિનયપૂર્વક પ્રત્યુત્તર વાળતાં દાસીને ત્રાસન લાવવા આજ્ઞા આપી. જતિજીએ આસન ન લેતાં, ખભા પરની કંબલ પાથરી આસન લીધું. ૩૬ : દિલહીને ઝવેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org