________________
તમારું નામ 'ગમે તેવા સ્થળે આ વીતરાગી જતિ-મુનિઓને નામ-ઠામ પૂછવાનો સ્વતઃસિદ્ધ અધિકાર મળેલો હતો. પ્રત્યુત્તર આપનારને પણ એક વિરાગીને પોતાને માટે આટલી પૂછપરછ કરતા જોઈ આનંદ થતો.
કુંદનદેવી !' “ ક્યાંનાં છો ?'
લાહેરનાં,” પાસે ઊભેલી દાસી વચ્ચે બોલી ઊઠી ને એણે આગળ ચલાવ્યું, “સુરતીંગજી શ્રેષ્ઠીનાં પુત્રી છે ને અમારાં રાણીજી
‘વારુ, ભાગ્યશાળી છેબંને પક્ષે––પિતૃપક્ષે ને શ્વશુરપક્ષે.”
“દેવગુરુની કૃપા છે ને મહારાજ !' કુંદનદેવીએ હાથ જોડી નમ્રતા બતાવી. એટલામાં થોડે દૂરથી ઘંટારવ થતો હોય તેવો અવાજ સંભળાયે.
તેઓ આવતા લાગે છે,' કુંદનદેવીએ કહ્યું. “આજ કંઈક વહેલા છે.”
જતિજીની આંખો દરવાજા તરફ ખેંચાઈ. ઘંટારવ ધીરે ધીરે પાસે આવી રહ્યો હતો. તક્ષણ ક૯૫ના આવી ગઈ કે આ અવાજ ગજઘંટાનો હતો.
મલી...મલી...' હાથીને નીચે બેસવાના સૂચક શબ્દો કાને પડયા, ને હૈડી વારમાં દરવાજને ભરી દેતી એક વ્યક્તિ નજરે પડી. પડછંદ એની કાયા હતી. એણે ચુસ્ત ચૂડીદાર સુરવાલ ને મેટી ઘરવાળી અચકન પહેર્યા હતાં. કમર પર રેશમી શેલાની ભેટ બાંધી હતી. માથા પર મેવાતી સોનેરી પટાવાળા પાઘ મૂકી હતી, ને કાનમાં બહુમૂલ્ય મોતીનાં કુંડળ પહેર્યા હતાં. ડેકમાં એક મોટો
દિલહીને ઝવેરી : ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org