________________
રાજી, બહાર છે.” રાજપૂતાનામાં ઊછરેલી દાસી શેઠાણીને રાણી કહીને સંબોધતી હતી.
“સન્માન સાથે એમને અંદર તેડી લાવ!” “તેમને શેઠજીને મળવું છે.”
એ બહાર ગયા છે. હવે આવવાનો સમય થતો જાય છે. તેમને અંદર લઈ આવ. હું પણ વંદન કરી ઉપદેશ સાંભળું.”
કોયલના ટહુકા જેવા અવાજથી બોલનારની કોમળતાની સહેજે કલ્પના આવી જતી હતી. હશે કઈ કમળ કેળ જેવી સુકોમળ સ્ત્રી ! લતા જેવી એની કાયા હશે ને હરણ જેવી એની આંખ હશે ! હવાથી કરમાઈ જનારી કઈ તવંગી હશે, પણ થોડી વારમાં, નજરે જોનારને ન માની શકાય તેવી, જાજરમાન સ્ત્રી બહાર આવતી દેખાઈ
પ્રચંડ એને દેહ હતો. પાતળી સરૂ જેવી કે કોમળ કેળ જેવી એ કાયા નહોતી. જેટલી ઊંચાઈ હતી, એટલી જ શરીરને શોભાવે તેવી સ્થૂળતા હતી. મોટું માથું, મોટી મોટી આંખો અને લાંબા સશક્ત બાહુ શરીરના સામર્થ્યને દર્શાવતાં હતાં. એણે મોટા ઘેરવાળા બુટ્ટાદાર ચણિયો પહેર્યો હતો, તે વિશાળ વક્ષસ્થળ પર લીલી કંચુકી કસીને બાંધી હતી. મસ્તક પર ગુલાબી સાથું ઓઢ્યો હતો. એની મેટી આંખમાં છલકાતું કાજળ ભર્યું હતું, ને હાથપગ પર તાજી મેંદીની લાલાશ ચમકતી હતી. હાથમાં હાથીદાંતના મોટા ચૂડા હતા, ને કમર પર પાની સુધી ઢળકતી સુવર્ણની કટિમેખલા ધારણ કરેલી હતી. સોળે અલંકાર ધારણ કરનાર સુંદરીની જેમ એના કપાળ પર રત્નજડિત દામણી, કાનમાં કર્ણફૂલ, નાકમાં મટી નકવેસર ને શંખાકાર કંઠમાં હાર, ત્રેઠિયું, મૂઠ વગેરે અનેક અલંકારો હતા. આટલો મોટો દેહ, આટઆટલા ભારે અલંકાર ધારણ કરીને આવતી સ્ત્રી જેનારને સ્વાભાવિક “ગજગામિની' લાગતી.
એની ગતિમાં ડોલન હતું. સૌંદર્યમાં કઈ રીતે ન ઊતરતી
દિલહીને ઝવેરી : ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org