________________
દિલ્હીના ઝવેરી પ
જતિજી જેના પર પરિચયપત્ર લઈ તે દિલ્હી આવ્યા હતા, એ દિલ્હીના ઝવેરીનું મકાન શોધતાં તેમને બહુ વિલંબ ન લાગ્યા. શ્રેષ્ઠી રાજપાળજી કે જેએ વર્ષોથી બંગાળના સૂબાના અંગત સલાહકાર હતા, તેમના પુત્ર દિલ્હીના સુવિખ્યાત ઝવેરી શ્રેષ્ઠી હેમરાજીને ઘણા પિછાણુતા : દિલ્હીના ઝવેરીઓમાં એ નામાંકિત ને પ્રતિષ્ઠાવાન હતા. બાદશાહી જનાન ખાનાઓમાં એ ઝવેરી તરીકે પસંદ થયેલા હતા. એકથી એક કોટિસહસ્ર દીનાર સુધીનું ઝવેરાત એ પૂરું પાડતા. લાગવગ, પ્રતિભા તે ખીજા ગુણૈાથી દિલ્હીમાં શ્રેષ્ઠી હેમરાજજી અપૂર્વ માનપાનના અધિકારી ગણાતા હતા.
આ શ્રેષ્ઠીના ઇતિહાસ કહેનારા બહુ રસથી કહેતા. તે વિક્રમ સંવત ૧૧૭૬થી વાત શરૂ કરતા તે કહેતા કે શ્રેષ્ઠી રાજપાળજી મૂળ રાજપૂતાનાના હાકેમ, કે।ઠારી એમની અટક. આજના જગપ્રસિદ્ જોધપુર શહેરને તે જન્મ પણ નહાતા થયા એ વેળાએ જોધપુરની પાસે મંડાવાર નામનું એક સુંદર ગામ આવેલુ છે ત્યાં, ઇંદા પડિહાર ગેાત્રના રાજા નાનુદેવજી રાજ્ય કરતા હતા.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org