________________
શહેર માથે તો કોણ જાણે કેટલાય નવનવા વાવંટોળ વાયા કરે છે. એ વાવંટોળોમાં માર્ગ કરે સહેલ નહોતે, છતાં મુશ્કેલને સહેલ કરવાનું તો તેમનું વ્રત હતું, પહાડનાં પડ ભેદીને બહાર નીકળી આવતા નિર્મળ ઝરણાનું દૃષ્ટાંત તેમણે યાદ કર્યું. આત્મા સો પરમાત્માની ધૂન લગાવનારને શું કઠિન હતું ?
માલ–અસબાબ વગરના, સાધન–સામગ્રી વગરના, એકલહથ્થા નિષ્કચન જતિજી આજે દિલ્હીના દરવાજામાં પ્રવેશતા હતા. ઓળખાણમાં એક માત્ર પરિચયપત્ર હતો—જોધપુર પાસેના મંડોવર ગામના એક શ્રેષ્ઠીએ દિલ્હીના એક ઝવેરી પર લખી આપેલ.
કાગળને એક નિર્જીવ ટુકડો શું સધાવશે? પણ જતિજીને એની પરવા નહોતી. એ કાગળની ના તરનારા હતા. એમના મસ્તિષ્કમાં અનેક મહાન યોજનાઓ, એમની સ્મૃતિમાં અનેક રોમાંચક સમાચારો ને એમની ખાલી ઝોળીમાં જેને દાનવીરોની અઢળક લક્ષ્મી છલકતી હતી.
દિલ્હીનગરના ઉત્તર દરવાજામાં પ્રવેશ કરતાં તેમણે ધીરેથી ઉચ્ચાયું: ‘જેન શાસનને જય હો !”
છે'.dish
F,
III
૩૦ : જતિજી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org