________________
“પિતાજીની આજ્ઞા? બેગમસાહેબ, એમને તો વર્ષોથી વિરોધ છે, પણ એમને મનાવી લઈશું. આદિલશાહ, તમે ચુનારગઢ પહેરો, ત્યાંથી સેનાપતિ શાદીખાનને ચેડા સત્ય સાથે અહીં મોકલે. સ્થળે સ્થળે જાહેર કરો કે હેમરાજજી આવે છે, ભલે બિચારો હુમાયુ ફરી પાછો વનવાસી બને ! જેવાં એનાં ભાગ્ય !'
જુગ જુગ જી હેમરાજજી! મારું અંતર આજે ઠંડું થયું. કાલની કેને ખબર છે ?”
“બહેન, મરદનાં કાંડાં સાથે મોત બાંધ્યાં હોય છે. આજે તો જાણે છે, કે હિંદની ધરતી પર સિંહાસન સુંદરીએ સ્વયંવર માંડ્યો છે. પાંચ પાંચ મુરતિયા મેદાને પડયા છે. ઇબ્રાહિમખાન સૂરને શહેનશાહ બનવું છે. સિકંદરશાહને તો વળી બીજા સિકંદર થવું છે. મહમદશાહ સૂરે સૂબેદારી કરતાં સિંહાસન પસંદ કર્યું છે, ને હુમાયુને તો જીવે કે મૂએ હિંદમાં જ રહેવું છે. ચાર મુરતિયા આ ને પાંચમા આદિલશાહ! વળી અમારા જતિજીના જેશ તો કંઈ ઓર વાત કહે છે. જોઈએ કોને વરમાળા આરોપાય છે.”
શ્રેણી હેમરાજજી ચાહશે તેને. હેમુજી, તમારાં પરાક્રમ, બહાદુરી ને દિલાવરીથી કોણ અજાણ્યું છે ? મોગલે તમારું નામ સાંભળે છે ને ધ્રુજે છે. તમારા નામથી ડરીને મેગલોનાં ઘેડાં હિમાલયની ઘાટી ઓળંગતાં નથી.'
બહેન લડવૈયો તે પુરુષાર્થ કરી જાણે, પ્રારબ્ધના વિધાનની કોને ખબર છે?”
આ પછી મોડી રાત સુધી એકબીજાં દિલની વાતો કરતાં રહ્યાં. વહેલી સવારે આદિલશાહ ચુનારગઢ તરફ રવાના થયા. બીબીબાઈ શ્રેછીજીની મહેમાનગતી માણવા રોકાયાં. આ વખતની તૈયારીઓ અપૂર્વ હતી. શ્રેષ્ઠી રાજપાળજીને જતિ
એક દ્રૌપદીના પાંચ પતિઃ ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org