________________
કરી નહિ શકે? મુબારિઝ પણ મારી સાથે છે. દાસી, જા તેડ લાવ! એ તમારી માફી માગશે, તોય નહિ આવો?”
- દાસી મુબારિઝને તેડવા ગઈ. થોડી વારમાં તો આદિલશાહ હાજર થયો. એનું મેં શરમથી નીચું નમેલું હતું. કયા મેએ એ બોલે? એની આંખમાંથી આંસુ સરતાં હતાં.
“આદિલશાહ, મઈની આંખોમાં આંસુ ?
“હા, હેમરાજજી ! જ્યારે કોઈ પિતાનું ન હોય ત્યારે રડવા સિવાય શું થાય? આજ મારા પાપના કારણે જીવતા દેહે કયામતનો દંડ ભેગવી રહ્યો છું.”
“આદિલશાહ, સંસારમાં કોઈને ન હોય એવી બહેન તમને મળી છે. સંસારમાં પાપ કરતાં પુણ્યનું થોડું એક મેં જોયું હશે.”
એ બહેનના બળે તો અહીં આવ્યો છું. હેમરાજજી, તમે કહે તેમ કરું. હું તો ક્યાંય ન રહ્યો. ચુનારગઢના અફઘાન સૈનિકો પણ ઉન્મત્ત થઈ ઊડ્યા છે. શું અમારાં પાપથી મરહૂમ શેરશાહની સરજેલી સ્વર્ગીય દુનિયા નષ્ટભ્રષ્ટ થશે ?
હેમરાજજી વિચારમાં પડી ગયા. એમને જતિજીના શબ્દો યાદ આવવા લાગ્યા; પિતાનું ભાવિ વધુ ને વધુ રાજકારણ તરફ ખેંચાય જતું હતું.
“હેમરાજજી, એમાં કંઈ વિચાર કરવાનો નથી. એક બહેન બનીને મદદ માગવા આવી છું; ખાલી હાથે જવા દેશે? એમાં તમારી શભા રહેશે ? કુંદનદેવી, કેમ તમે કંઈ કહેતાં નથી ?'
“શું કહું બહેન ? પિતાજી આજ્ઞા આપે તો મારી ના નથી. જ્યાં એ ત્યાં હું. સંસારમાં સહુ સહુના ધર્મ સહુએ અદા કરવા રહ્યા.' કુંદનદેવી જે સદા રાજકારણથી ડરતી રહેતી હતી અને હવે રસ જાગ્યો હતો. આડકતરી રીતે એણે પ્રોત્સાહન આપ્યું.
૩૨૪ : એક દ્રૌપદીના પાંચ પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org