________________
મારીને વિશ્વાસ આપી શકું છું કે ક્રીથી હું હિન્દુસ્થાનને બાદશાહ થઈશ. મુકદ્દરના લેખ કાઈથી મિથ્યા ન થાય. '
શૂરા ને વિશ્વાસુ સરદારા આ ધેલા રાજા પર હુસતા.
સિંધ જતાં માર્ગોમાં હિંદાલની માતાએ દુઃખી બાદશાહતે એ દિવસની મહેમાનગતીએ તેડયો અને સુંદર મહેમાનગતી કરી. આ વેળા ધનધાર વાદળામાંથી જેમ ચાંદ ચમકી ઊઠે, એમ ખાદશાહ હુમાયુની નજર એક પંદર વર્ષની કન્યા પર પડી. શમા પર પરવાના મુગ્ધ થઈ જાય તેવી સ્થિતિ બાદશાહ હુમાયુની બની રહી. વસંત જેવા ચહેરા, કસ્તૂરી મૃગ જેવી કમર, રૂપેરી ગરદન, ખામનાં એ નરગીસ ફૂલ જેવી આંખા, તરાઝ શહેરમાં બનેલી કમાન જેવાં ભવાં, કાગડાથીય કાળી પાંપણા, નખશિખ હાથીદાંત જેવી એ યુવતી એના દિલમાં કાતરાઈ ગઈ. માથા પર ઝઝૂમતી આફત પાછળ પાછળ આવતું માત, અફધાનેાની પ્રચ’ડ વેરહાક : બધુંય એ ભૂલી ગયેા. એણે પેલી યુવતી વિષે શેાધ આદરી
એ દિલહારિણીનું નામ હમીદાબાનુ, પ્રતિષ્ઠિત સૈયદ ખાનદાનની એ યુવતી. એના પિતાનું નામ શેખઅલીં ! શેખઅલી ! મીરજા હિંદાલતે ગુરુ !
મીરજા હિંદાલ આ મેજાર બાદશાહ પર ગુસ્સે થઈ ગયા. ‘એ ન બની શકે ! મારા ગુરુને માઠું' લાગે !' પણુ કાણુ માને ? હુમાયુએ એ યુવતી સાથેના પેાતાના ગ્રહયાગ ગણી જોયા. શુ` અજબ ગ્રહયાગ ! સુંદર જોડી જામે ! બસ, પરવું તેા એને જ! વાત વધી પડી. આખરે હિંદાલની માતાએ સહુના મનનું સમાધાન કર્યું તે હમીદાઆનુને બાદશાહ હુમાયુ સાથે પરણાવી.
દુલ્હારાજા પેાતાની પ્રિય દુલ્હનને લઈ આગળ વધ્યા કે સિંધના હુસેને તડતડતા ખેપિયા માકલ્યા અને તાકીથી કહેરાવ્યુ કે સિધ
પદર વર્ષના વનવાસી : ૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org